સુરત : ગ્રીષ્મા વેકરીયાની અંતિમયાત્રા, અંતિમ વિધિમાં મોટી સંખ્યામાં મહિલાઓ પહોંચી હતી

0
625

સુરતમાં એક તરફી પ્રેમમાં પાગલ બનેલા યુવકે જાહેરમાં યુવતીનું ગળું કાપીને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારે સુરતના પાસોદરાના ગ્રીષ્મા હત્યાકાંડથી સમગ્ર ગુજરાત સમસમી ઉઠ્યું છે. મૃતક યુવતી ગ્રીષ્માની અંતિમ વિધિમાં મોટી સંખ્યામાં મહિલાઓ પહોંચી રહી છે. બીજી તરફ આ હત્યાકાંડને લઈને હવે સામાજીક સંસ્થાઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુરત શહેરના પાસોદરા વિસ્તારમાં કંપારી છૂટી જાય તેવી ઘટના બનવા પામી હતી. જેમાં પ્રેમમાં આંધળા બનેલા યુવકે યુવતીને જાહેરમાં છરીના ઘા મારી ગળું કાપી હત્યા કરી નાખી હતી. મૃતક યુવતી ગ્રીષ્માની આજે અંતિમ વિધિ છે. જેમા મોટી સંખ્યામાં લોકો જોડાઇ રહ્યા છે. માતા પિતા અને આખો સમાજ ચોધાર આંસુએ વિદાય આપી રહ્યો છે..

ગૃહરાજ્ય પ્રધાને કહ્યું હતું કે, આ કિસ્સામાં આરોપી યુવક વર્ષથી દીકરીને હેરાન કરતો હતો પરંતુ કોઈએ પોલીસ સ્ટેશનમાં જાણ કરી નથી. તેમણે ગુજરાતના નાગરિકોને અપીલ કરી કે આવા કિસ્સામાં નાગિરિકો આગળ આવે અને ગુજરાતના ગમે તે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે. તમારા તરફથી માહિતી મળશે તો અમે ઝડપથી પગલાં ભરી શકીશું.

આ પહેલાં રેન્જ આઈજી રાજકુમાર પાંડિયને ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત તેઓ મૃતક યુવતીના પરિવારને પણ મળ્યા હતા. મૃતકના પરિવારે રેન્જ આઈજી પાસે પણ આરોપીને કડકમાં કડક સજા કરાવવાની માગણી કરી હતી.