સુરતની ધારુકા કોલેજનો સ્લેબ ધરાશાયી થતા બેના મોત

0
1902

સુરતની ધારુકા કોલેજમાં અચાનક સ્લેબ ધરાશાયી થયો હતો. જ્યાં રિપેરિંગ કામ દરમ્યાન સ્લેબ ધરાશાયી થતા ચાર શ્રમિકો દટાયા હતા. જેમાં બે શ્રમિકોના મોત થયા હતા. તેમજ અન્ય શ્રમિકોને રેસ્ક્યૂ કરી બહાર કાઢવામાં આવ્યા હતા અને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.

નોંધનીય છે કે તાજેતરમાં જ સુરતના સચિન GIDCમાં એક કન્સ્ટ્રક્શનની કામગીરી દરમ્યાન દિવાલ ધરાશાયી થઈ હતી . જેમાં એક શ્રમિકનું મોત નિપજ્યું હતું. સચીન GIDCમાં નવી મિલ બાંધવા માટે કન્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે. આ કન્ટ્રકશન સાઈડ પર 10 થી 15 જેટલા શ્રમિકો કામ કરી રહ્યા હતા ત્યારે દિવાલ ધરાશાયી થતા 40 વર્ષીય ભરત બારીયા અને 35 વર્ષીય કિરણ પરમાર નામના બે શ્રમિકો દટાયા હતા. જો કે ભરત બારીયાને બહાર કાઢી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરે ભરતને મૃત જાહેર કર્યો હતો. જ્યારે કિરણને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.