૧૮ થી ૨૩ એપ્રિલ તાલુકા વાઈઝ “બ્લોક લેવલ હેલ્થ મેળા” યોજાશે
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
આયુષ્માન કાર્ડ, હેલ્થ ચેક અપ-નિદાન, યોજનાકીય માહિતી સહિતના આયોજન
કલેકટરશ્રી દ્વારા તાલુકા ઓફિસર સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મિટિંગ યોજાઈ
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
આગામી તા. ૧૮ થી ૨૩ એપ્રિલ દરમ્યાન “બ્લોક લેવલ હેલ્થ મેળા”નું આયોજન તાલુકા વાઈઝ કરવામાં આવી રહ્યું છે, જેના અનુસંધાને કલેકટરશ્રીએ તાલુકા ઓફિસર્સ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી તેમજ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી નિલેશ શાહે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
બ્લોક લેવલ હેલ્થ મેળાના ઉદેશ્ય અંગે કલેકટરશ્રી અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય કક્ષાએ નાગરિકોને આયુષ્માન કાર્ડનો લાભ મળી રહે તેમજ લોકોને વિવિધ રોગો સંબંધી ચેક અપ અને નિદાન સ્થળ પર જ ઉપલબ્ધ થાય તે પ્રમાણે આયોજન હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત આઈ.સી.ડી.એસ. શિક્ષણ, આયુષ, ફૂડ એન્ડ સેફટી, યુથ, સ્પોર્ટ્સ સહિતના વિભાગો આ મેળામાં જોડાઈ રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાકીય માહિતી પુરી પાડશે.
આ ઉપરાંત, બ્લોક લેવલ હેલ્થ મેળામાં અમૃતમ કાર્ડના લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ તેમજ રાષ્ટ્રીય આરોગ્ય અધિકાર સહિતના લાભો પુરા પાડવામાં આવશે.
વિવિધ તાલુકા કક્ષાએ મામલદારશ્રીઅલ, તાલુકા હેલ્થ ઓફિસર્સ તેમજ ટી.ડી.ઓ. આ મિટિંગમાં ઓનલાઇન જોડાયા હતાં.