ટાટા ગ્રુપ પાણીથી લઈને એરોપ્લેન સુધીના બિઝનેસ કરે છે. દેશમાં એવી કોઈ વસ્તુ નથી કંપની બનાવતી ન હોય અને વેચતી ન હોય,અને ટાટા કંપની જે વેચતી નથી અથવા ઉત્પાદન નથી કરતી તેને બિઝનેસમાં ઝંપલાવા માટે ચોક્કસ મહેનત કરે છે.ટાટા ગ્રુપ ચા, કોફી અને મીઠું વેચીને કરોડો રૂપિયાનો નફો કરી રહ્યું છે.ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના ત્રિમાસિક પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં કંપનીને રૂ.૨૬૮ કરોડનો નફો થયો છે. જે પાછલા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. ૨૧૭ કરોડના નુકસાન કરતાં ૨૩ ટકા વધુ છે.
ચોથા ક્વાર્ટર દરમિયાન, ઓપરેશનલ આવકમાં વાર્ષિક ધોરણે ૧૪ ટકાનો વધારો થયો છે અને તે વધીને રૂ. ૩,૬૧૯ કરોડ થયો છે. એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં તે રૂ. ૩,૧૭૫ કરોડ હતી. બોર્ડે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે ૮.૪૫ રૂપિયાનું વચ્ચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. આ AGM પછી 30 દિવસમાં ચૂકવવામાં આવશે.
છેલ્લા ક્વાર્ટરમાં બ્રાન્ડ ઈન્ડિયા બિઝનેસમાં રૂ. ૨,૨૪૬ કરોડની આવક જોવા મળી હતી, જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂ. ૧,૯૫૩ કરોડ કરતાં ૧૫ ટકા વધુ છે. દરમિયાન,આંતરરાષ્ટ્રીય બ્રાન્ડેડ બિઝનેસે આવકમાં ૨૦ ટકાનો વધારો કરીને રૂ. ૯૮૪ કરોડ હાંસલ કર્યા છે. જ્યારે એક વર્ષ અગાઉના ગાળામાં તે રૂ. ૮૯૦ કરોડ હતો. ચોથા ક્વાર્ટરમાં નોન-બ્રાન્ડેડ બિઝનેસ રેવન્યુ રૂ. ૩૮૫ કરોડ હતી, જે પાછલા વર્ષના ગાળાની સરખામણીમાં ૧૨ ટકા વધુ છે. કંપનીએ વાર્ષિક ધોરણે ૧૩ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૫૧૮ કરોડનો ઓપરેટિંગ નફો હાંસલ કર્યો છે.
ટાટા સ્ટારબક્સે ત્રિમાસિક ગાળામાં ૪૮ ટકા આવક હાંસલ કરી છે. નાણાકીય વર્ષ 2023 ની વૃદ્ધિને ૭૧ ટકા પર લાવી. આ બિઝનેસ માટે ઐતિહાસિક વર્ષ રહ્યું છે, કંપનીએ એક રિલીઝમાં જણાવ્યું હતું. ટાટા સ્ટારબક્સે વર્ષ દરમિયાન ૭૧ નવા સ્ટોર્સ ખોલ્યા અને ૧૫ નવા શહેરોમાં પ્રવેશ કર્યો – જે અત્યાર સુધીનો સૌથી વધુ વાર્ષિક સ્ટોરનો ઉમેરો છે. આ ૪૧ શહેરોમાં સ્ટોર્સની કુલ સંખ્યા ૩૩૩ થઇ ગઇ છે. કંપનીના જણાવ્યા અનુસાર, ભારતના પેકેજ્ડ બેવરેજીસ બિઝનેસે ક્વાર્ટરમાં આવકમાં ૧ ટકા અને વોલ્યુમમાં ૩ ટકા વૃદ્ધિ નોંધાવી છે. કંપનીએ જણાવ્યું હતું કે તેના સોલ્ટ પોર્ટફોલિયોએ તેની મજબૂત ગતિ ચાલુ રાખી હતી અને ત્રિમાસિક અને વર્ષ દરમિયાન આવકમાં બે આંકડામાં વૃદ્ધિ જોવા મળી હતી.