તથ્ય પટેલ હવે ઘરનું જમવાનું જમી શકશે, આજીવન લાયસન્સ સસ્પેન્ડ

0
2540

ઇસ્કોન બ્રિજ પર અકસ્માત કરીને ગણતરીની સેકન્ડમાં 9 લોકોને કચડી નાંખનાર તથ્ય પટેલ અત્યારે જેલની હવા ખાઇ રહ્યો છે. પરંતુ જેલનું જમવાનું તેને ફાવતું ન હોવાથી તેણે ઘરનું જમવાનું મળે તેવી માંગણી કરી હતી. આજે આ કેસ મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે તેની આ માંગણીને પૂરી કરી હતી. તથ્યને હવેથી ઘરનું જમવાનું મળશે તથા તેના સગાંને મળવા પણ દેવામાં આવશે. આટલું જ નહીં તથ્યને તેનો આગળનો અભ્યાસ પૂર્ણ કરવા માટે નોટબુક અને ટેક્સ્ટબુક જેલમાં લાવવાની મંજૂરી પણ આપવામાં આવી છે. પરંતુ તથ્યનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ્દ કરવામાં આવ્યું છે. જેથી તે આજીવન કાર ચલાવી શકશે નહીં.

 

શું હતી તથ્યની માંગણી ?

 

ઇસ્કોન બ્રિજ અકસ્માતનો મુખ્ય આપોરી તથ્ય પટેલે મિર્ઝાપુર કોર્ટમાં અરજી કરી હતી. જેમાં તેણે પોતાની માંગણીઓ વખી હતી. આ અરજીમાં તેણે જેલમાં પોતાના ભણતરની વ્યવસ્થા કરવા અને ઘરનું ભોજન આપવાની માંગણી કરી હતી. કોર્ટે તેની આ માંગણી સ્વીકારી છે. તથ્ય અત્યારે કાચા કામનો કેદી છે. એ.કે.રોય વિ.યુનિયન ઓફ ઇન્ડીયા (1982-SC-710) સંદર્ભ જેલ મેન્યુલમાં દર્શાવેલ છે કે, કાચા કામના કેદીઓને બહારથી ખોરાક અને પોતાના કપડાં પહેરવાનો અધિકાર છે. આ ઉપરાંત કાચા કામના કેદીઓને સુવા માટે પોતાની પથારી પણ મળી શકે છે. જેના આધારે તેની માંગણી પૂરી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, તથ્ય પટેલના આ કૃત્ય સામે 1700 પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે. જેમાં DNA રિપોર્ટ, FSL રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા. આ કેસમાં પોલીસે 50 લોકોના નિવેદન લીધા હતા.