ગુજરાતી નાટક ‘ખર ખર’ પર આધારિત સારા અલી ખાનની ફિલ્મ ‘એ વતન મેરે વતન’નું ટીઝર રિલીઝ

0
128

ગુજરાતી મહિલા ફ્રીડમ ફાઈટર ઉષા મહેતાની બાયોપિક
મુંબઇ, તા.23 બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાનની દેશભક્તિ પર આધારિત ફિલ્મ ‘એ વતન મેરે વતન’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. સારા ટીઝરમાં સ્વતંત્રતા સેનાનીના રોલમાં જોવા મળી રહી છે. સારા એમેઝોન પ્રાઇમ વિડિયોની ઓરિજિનલ ફિલ્મ ‘એ વતન મેરે વતન‘માં એક અલગ જ અવતારમાં જોવા મળે છે. કન્નન અય્યર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ સાચી ઘટનાઓથી પ્રેરિત થ્રિલર-ડ્રામા છે. કરણ જોહરે સારાની અપકમિંગ ફિલ્મનું ટીઝર શેર કર્યુ છે. જે જોઈને તમારા રુવાડાં ઉભા થઈ જશે. આ ટીઝરમાં સારા અલી ખાન સફેદ સાડીમાં આઝાદીની જંગ લડનાર એક સ્વતંત્ર સેનાનીની ભૂમિકામાં જોવા મળી રહી છે. ટીઝરમાં જોઈ શકાય છે કે તે રેડિયો સેટ કરી કહે છે કે અંગ્રેજોને લાગે છે તે તેણે ભારત છોડો આંદોલનને હરાવ્યું છે પરંતુ આઝાદ અવાજો કેદ થતા નથી, આ છે હિન્દુસ્તાનનો અવોજ, હિન્દુસ્તાનમાં ક્યાંક થી..ક્યાંક હિન્દુસ્તાન. મહત્વનું છે કે દેશભક્તિની આ ફિલ્મ ગુજરાતી મહિલા ફ્રીડમ ફાઈટર ઉષા મહેતાની બાયોપિક છે. આ ફિલ્મ જાણીતા ઍક્ટર-પ્રોડ્યુસર અને ડિરેક્ટર સંજય ગોરડિયાના દીકરા અમાત્ય ગોરડિયા અને પ્રીતેશ સોઢાએ લખેલા નાટક ‘ખર ખર’ પર આધારિત છે.ઉષા મહેતાનો જન્મ 1920માં ગુજરાતના સુરતમાં થયો હતો. ઉષા મહેતાએ આઝાદીની ચળવળમાં બહુ મહત્ત્વનો રોલ નિભાવ્યો હતો.