ઉપલેટા તાલુકાનાં મોજ ડેમના 20 દરવાજા આટલા ફુટ સુધી ખોલાયા

0
1503

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાનો મોજ ડેમનો ૨૦ દરવાજા ૧૦ ફુટ ખોલવામાં આવ્યા છે.

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોજીરા ગામ પાસેનો મોજ ડેમના ૨૦ દરવાજો ૧૦ ફુટ ખોલવામાં આવ્યો છે. ડેમના નિચાણના વિસ્તારમાં આવેલા ઉપલેટા તાલુકાના મોજીરા, ગઢાવા, કેરાળા, ખાખીજાળીયા, નવાપર, સેવંત્રા, ઉપલેટા અને વાડલા ગામોના નાગરિકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે. હાલમાં જળાશયની ભરપુર સપાટી ૭૨.૫૪ મીટર છે અને ડેમમાં ૨૧,૧૭૦ ક્યુસેક પાણીની આવક છે. તેમ, ફોકલ ઓફિસર અને અધિક્ષક ઈજનેર, રાજકોટ સિંચાઇ વર્તુળ(ફ્લડ સેલ), રાજકોટની યાદીમાં જણાવવામાં આવ્યું છે.