મહેસાણાના હેડુઆ રાજગર બાયપાસ પાસે કહાન મોટર્સ સામે ટ્રક બાઇકને ટકકર મારતા બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.અકસ્માત પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.મળતી માહિતી પ્રમાણે મૃતક પોતાના મોટા ભાઈની ખબર કાઢવા ગાંધીનગર જતા હતા એ દરમિયાન અકસ્માત સર્જાયો હતો.હાલમાં પરિવાર જનોએ ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
મૂળ ચાણસ્મા તાલુકાના ધરમોડા ગામના અને મણુંદ ગામે મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા રાજુ ભાઈ સોલંકી ગાંધીનગર ખાતે રહેતા મોટા ભાઈ બીમાર હોવાથી રાજુ ભાઈ પોતાનું GJ24R7121 નમ્બર નું બાઈક લઇ ખબર કાઢવા માટે ગાંધીનગર જતા હતા.
એ દરમિયાન મહેસાણાના હેડુઆ રાજગર બાયપાસ પાસે બેફામ આવી રહેલ HR46E2380 ના ચાલકે બાઈક ને ટકકર મારતા બાઈક ચાલક રાજુભાઇ રોડ પર ફગોડાયા હતા.જેમાં તેઓના શરીર એ ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે જ તેઓનું મોત નીપજ્યું હતું.બાદમાં મૃત દેહને પી.એમ માટે મહેસાણા સિવિલ ખસેડવામાં આવ્યો હતો અને પરિવાર જનોને ઘટનાની જાણ કરતા મહેસાણા સિવિલ દોડી આવ્યા હતા
સમગ્ર મામલે ફરિયાદી પ્રવીણભાઈ એ દિવ્ય ભાસ્કર ને જણાવ્યું કે અમારા ભાઈ અપરણિત હતા અને મણુંદ ખાતે ટ્રેકટર ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા.અને ગાંધીનગર જતા સમયે અકસ્માત સર્જાયો હતો હાલમાં ટ્રક ચાલક સામે મહેસાણા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.