રાજકોટ : બર્થ ડે પાર્ટી ઉજવવા માટે ધનાઢ્ય માતા-પિતાના બાળકો ચડ્યા ચોરીના રવાડે

0
454

રાજકોટ શહેરમાં બર્થ ડે પાર્ટી ઉજવવા માટે ધનાઢ્ય માતા-પિતાના બાળકો ચોરીના રવાડે ચડ્યા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા કાયદાના સંઘર્ષમાં આવેલા બે સગીર સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડયા છે. કાયદાના સંઘર્ષમાં આવેલ એક સગીરનો જન્મદિવસ હોય જેના કારણે પૈસાની તાતી જરૂરિયાત ઉભી થઇ હોય.

પૈસાના કારણે ચોરી કરવાનો પ્લાન ત્રણ જેટલા મિત્રો એ બનાવ્યો હતો. જે માટે સ્કોર્પિયો તેમજ 20 કાર ભાડે કરવામાં આવી હતી. મિત્રો એ જુદી જુદી બાંધકામ સાઇટ રેકી પણ કરી હતી. ત્યારે 27 તારીખ ના રોજ રાત્રિના પોણા ત્રણ વાગ્યે ત્રણેય વિદ્યાર્થીઓ ચોરી કરવા માટે બાંધકામ સાઇટ પર પહોંચ્યા હતા. બાંધકામ સાઇટ પરથી દોઢ સો કિલો જેટલા ભંગારની ચોરી કરી હતી. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા બાંધકામ સાઇટ ના માલિકે પોલીસને જાણ કરી હતી. સમગ્ર મામલાની પોલીસને જાણ થતાં પોલીસે સીસીટીવીના આધારે ચોરી કરનાર શખ્સોને ગણતરીના