મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેકટના ખર્ચમાં વધારો કરવામાં આવ્યો

0
497

અમદાવાદ-મુંબઈ વચ્ચેનો બુલેટ ટ્રેન પ્રોજેકટમાં ખર્ચ સતત વધતો રહ્યો હોય તેમ નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશને રજુ કરેલા સોગંદનામામાં પ્રોજેકટ ખર્ચમાં 1 હજાર કરોડનો વધારો થયો હોવાનું જાહેર કર્યુ છે.ત્યારે 508 કી.મીના મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે વિક્રોલી ખાતે 10 એકરના પ્લોટના હસ્તાંતરણ માટે કાનૂની વિવાદ સર્જાયો છે.

આમ કોર્પોરેશને 2019 અને 2021માં અંડરગ્રાઉન્ડ ટર્નલને લગતી કામગીરીના ટેન્ડર રદ કર્યા હતા.જેને પરિણામે પ્રોજેકટ ખર્ચમાં ઓછામાં ઓછો 1 હજાર કરોડનો વધારો થયો છે.આ સિવાય સરકારે એમ પણ જણાવ્યું હતું કે પ્રોજેકટ અમલમાં આવ્યા બાદ મુંબઈ-અમદાવાદ વચ્ચેની મુસાફરીનો સમય ઘટીને ફકત 1 કલાક અને 58 મીનીટનો થઈ જશે જે વર્તમાનમા 6 કલાક અને 35 મીનીટનો છે.