વિશ્વના સૌથી મોટું સુરત હીરા બુર્સના ઉદ્ઘાટનની તારીખ થઇ નક્કી

0
960

સુરતમાં હીરા બુર્સ ઉદ્ઘાટનની તારીખ થઇ નક્કી થઈ છે. 17 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિશ્વનું સૌથી મોટું હીરા બજાર ખૂલ્લું મૂકાશે. દેશ વિદેશથી દિગ્ગજ હીરા ઉદ્યોગપતિઓ, કંપનીઓના સીઈઓ સહિત મહાનુભાવો સુરત આવશે. સુરત હીરા બુર્સ મેનેજમેન્ટ કમિટીએ ભવ્યાતિભવ્ય ઉદ્ઘાટનની તૈયારીઓ શરુ કરી છે.

સુરતમાં ડાયમંડ બુર્સના ઉદ્ધાટનનું કાઉન્ટ ડાઉન શરુ થઇ ચુક્યું છે. મહત્વનુ છે કે અગાઉ હીરા બુર્સની મેનેજિંગ કમિટીના સભ્યો નવી દિલ્હી જઇને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રૂબરૂ મળીને ઉદ્ઘાટનમાટે તારીખ માંગવામાં આવી હતી.

દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, દુનિયાનું સૌથી મોટું ડાયમંડ ટ્રેડીંગ હબ એટલે સુરત ડાયમંડ બુર્સ જેના ઉદ્ધાટન માટે આજે સાંસદ સી.આર.પાટીલ, ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઈ લાખાણી, ગોવિંદભાઈ, નાગજીભાઈ,લાલજીભાઈ,ઈશ્વરભાઈ નાવડિયા, અરવિંદ ભાઈ ધાનેરા, મથુર ભાઈ સવાણી સહિતના આગેવાનો ભેગા થઈને પીએમ નરેન્દ્ર મોદીને રૂબરૂ મળીને ડાયમંડ બુર્સના ઉદ્ધાટન માટેની તારીખ માંગવામાં આવી હતી. જેની આખરે તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી 17 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ડાયમંડ બુર્સ  ખૂલ્લું મૂકાશે.