મોતિયા કાંડમાં ભોગ બનેલા દર્દીઓના પરિવાર જનોને રોજ ખાવા પડી રહ્યા ધરમના ધકકા

0
1984

અમરેલીની શાંતાબા જનરલ (સિવિલ)હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશનો કર્યા બાદ રપ જેટલા દર્દીઓને દેખાતું બંધ થયાની ફરિયાદો ઉઠતા તમામ દર્દીઓને અમદાવાદ ખાતે રિફર કરાયા હતા.

અમરેલી શાંતાબા જનરલ(સિવિલ) હોસ્પિટલમાં મોતિયાનું આપરેશન કરાવ્યું હતું. આ ઓપરેશન બાદ જ્યારે પાટા ખોલવામાં આવ્યા ત્યારે માત્ર અંધારૂ જ દેખાતું હતું. જેથી સિવિલ હોસ્પિટલ દ્વારા અમોને અમદાવાદ હોસ્પિટલ ખાતે રીફર કર્યા હતા. ર૦ દિવસ જેટલી સારવાર કરવામાં આવી અને અમુકને તો પાંચ-પાંચ વખત ઓપરેશન કરવામાં આવ્યા છતા આંખોની રોશની પાછી ન આવી.

તંત્રને આ વાત નજરે આવતા તંત્ર દ્વારા આરોગ્ય ટીમ તૈયાર કરવામાં આવી હતી. ત્યારબાદ આરોગ્ય વિભાગની ટીમ તપાસ માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે પહોચી હતી. ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા હજુ તપાસ ચાલુ છે તેમ છતાં હજુ સુધી દર્દીઓને ન્યાય નથી મળ્યો. મોતીયાકાંડમાં ભોગ બનેલા દર્દીઓને ન્યાય માટે પરિવારજનોને વલખા મારવાનો વારો આવ્યો છે.

લાંબો સમય વિતી જતા પરિવારજનોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. પરિવારજનો આખરે જાય તો ક્યાં જાય ? તેવી સ્થીતીનું નિર્માણ થયું છે અને તંત્ર દ્વારા યોગ્ય ન્યાય મળે તે માટે દર્દીઓના પરિવારજનો માંગણી કરી રહ્યા છે.