મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જુદા જુદા સ્થળોએ જુદી જુદી સાઈઝના હોર્ડીંગ માટે ટેન્ડર બહાર પાડ્યા

0
264

મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જુદા જુદા સ્થળોએ જુદી જુદી સાઈઝના હોર્ડીંગ માટે ટેન્ડર બહાર પાડ્યા

મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જુદા જુદા લોકેશન પર હોર્ડીંગ બોર્ડ, ગેન્ટ્રી બોર્ડ અને કિયોસ્ક બોર્ડના માધ્યમથી જાહેરાત પ્રસિધ્ધ કરવાના રાઈટસ આપવાના કામે ટેન્ડર પ્રસિધ્ધ કરી ભાવો મંગાવવામાં આવ્યા છે. કોર્પો. પ્રથમવાર 30 *15ની જાયન્ટ સાઇઝના હોર્ડિંગ ઉભા કરી રહી છે.

હોર્ડીંગ બોર્ડ અને એન્ટ્રી બોર્ડમાં ઉંચા ભાવ ભરનારને 5 વર્ષ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. કિયોસ્ક બોર્ડમાં ઉંચા ભાવ ભરનારને 3 વર્ષ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. મહાનગરપાલિકા દ્વારા સૌ પ્રથમ વાર મોટી સાઈઝના એટલે કે 30બાય 15 ફુટના હોર્ડીંગ બોર્ડ માટે સાઈટ ફાળવવામાં આવનાર છે.આમ્રપાલી બ્રિજ સાઈટ માટે પણ જાહેરાતના રાઈટસ આપવામાં આવનાર છે. આ કામે એજન્સીઓ સાથેની પ્રિ-બીડ મીટીંગ તા.4-8ના રોજ યોજાશે, ઓન-લાઈન ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 24/8 છે તેમ જણાવાયું છે.