અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ પદેથી નિરવ બક્ષીનું રાજીનામુ આપતા રાજકારણમાં હડકંપ મચી ગયો

0
2408

ગુજરાત કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ શહેર કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ નીરવ બક્ષીએ પ્રમુખ પદેથી રાજીનામું આપી દેતા રાજકારણમાં હડકંપ મચી ગયો હોય તેવું લાગી રહ્યું છે.
નિરવ બક્ષીએ શહેર કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. નિરવ બક્ષીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને પ્રભારીને જવાબદારીમાંથી મુક્ત કરવા માટે રજૂઆત કરી છે. તેમના રાજીનામા બાદ કોંગ્રેસે નવા શહેર પ્રમુખને લઈને તજવીજ હાથ ધરી છે.
જણાવી દઈએ કે, નિરવ બક્ષી વિધાનસભાની ચૂંટણી પછી નિષ્ક્રિય હતા. નિરવ બક્ષીએ શહેર પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. જોકે, તેઓ કોંગ્રેસના કોર્પોરેટર તરીકે યથાવત રહેશે.