રિલાયન્સ એ સ્ટોક ખરીદવાની ઓપન ઓફર કરતાં જ આ ચોકલેટ કંપનીના સ્ટોકમાં લાગી અપર સર્કિટ

0
245

થોડા દિવસ પહેલા રિલાયન્સ એ લોટસ ચોકલૅટ નો સ્ટોક ખરીદવાની ચર્ચા કરી હતી ત્યારે લોટસ કંપનીના સ્ટોક ના ભાવ માં આગ લાગી હતી

છેલ્લા ત્રણ દિવસથી ભારતીય સ્ટોક માર્કેટમાં મંદી જોવા મળી રહી છે. ભારતીય સ્ટોક માર્કેટ રેડ ઝોનમાં બંધ થઈ રહ્યું છે. શુક્રવારે સેન્સેક્સ 452 પોઈન્ટ તૂટીને 60,000ની સપાટીની નીચે બંધ રહ્યો હતો. જોકે, શુક્રવારે બીએસઈ પર લોટસ ચોકલેટ (Lotus Chocolate)ના સ્ટોકમાં 5 ટકાની અપર સર્કિટ લાગી હતી અને તે 156 રૂપિયા પર ટ્રેડ થયો હતો. રિલાયન્સ ગ્રુપની કંપની રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (RCPL) અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL) દ્વારા લોટસ ચોકલેટમાં વધુ 26 ટકા સ્ટેક ખરીદવાની ઓફર આપતા તેના સ્ટોકમાં અપર સર્કિટ લાગી હતી.