અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી ૫ નવેમ્બર ૨૦૨૪ નાં રોજ થશે;જો બાઈડન બીજી વખત ઉતરશે ચૂંટણીનાં મેદાનમાં

0
1054

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને સોમવારે કહ્યું કે તે જનતાને ચૂંટણી અંગે ટૂંક સમયમાં માહિતી આપશે. સૂત્રો અનુસાર વ્હાઈટ હાઉસમાં એક કાર્યક્રમ દરમિયાન બાઈડને સંવાદદાતાઓને કહ્યું હતું કે હું ટૂંક સમયમાં પોતાની ચૂંટણી લડવાની યોજના અંગે સૌને જણાવીશ.અમેરિકી મીડિયા અને રાજનૈતિક વિશેષજ્ઞ અનુમાન લગાવી રહ્યાં છે કે ડેમોક્રેટ ઓફિશિયલી આ અઠવાડિયે પોતાનાં ચૂંટણી માટેનાં કાર્યક્રમો શરૂ કરશે. જો બાઈડને પોતાના રાષ્ટ્રપતિ પદની દ્વિતીય વખત ઉમેદવારી અંગે વીડિયો દ્વારા ઘોષણા કરી છે.
એક વિડિયોમાં તેમણે કહ્યું કે’I know America, મને ખબર છે કે આપણે સારા અને સભ્ય લોકો છીએ, મને ખબર છે કે આપણે હજુ પણ એ જ દેશ છીએ કે જે પ્રામાણિકતા અને આદરતામાં માને છે અને એકબીજાની સાથે સન્માનથી વર્તે છે. અમે માનીએ છીએ કે બધાં સમાન છે અને બધાને આ દેશમાં સફળ થવા માટે એકસમાન તકો મળવી જોઈએ.’
પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ કે જે ૨૦૨૦ ની ચૂંટણીમાં જો બાઈડનથી હારી ગયાં હતાં, તેમણે ગતવર્ષે નવેમ્બરમાં ૨૦૨૪માં રાષ્ટ્રપતિ પદ માટે રિપબ્લિકન ઉમેદવારનાં રૂપમાં પોતાના નામની ઘોષણા કરી હતી. અમેરિતાની આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી ૫ નવેમ્બર ૨૦૨૪નાં થશે.
મીડિયા રિપોર્ટ અનુસાર વ્હાઈટ હાઉસનાં એક વરિષ્ઠ અધિકારી અને લાંબા સમયથી ડેમોક્રેટિક પાર્ટીની કાર્યકર્તા જૂલી શાવેજ રોડ્રિગ્ઝ, બાઈડનનાં ચૂંટણી અભિયાન અંગેની તમામ વ્યવસ્થાઓ કરશે.