પંજાબના પૂર્વ મુખ્યમંત્રીશ્રી પ્રકાશસિંઘ બાદલના નિધનના સમાચારથી દેશભરમાં ચકચાર મચી ગઈ છે .પંજાબના પૂર્વ મુખ્યમંત્રીશ્રી પ્રકાશસિંઘ બાદલના નિધન નિમિત્તે બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારે પ્રકાશસિંઘ બાદલનું ૨૫ એપ્રિલે નિધન થવાથી સદગતના માનમાં સમગ્ર દેશમાં બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે, જે મુજબ ૨૬ અને ૨૭ એપ્રિલે દેશભરના રાષ્ટ્રીય ધ્વજ ફરકાવતા બિલ્ડીંગમાં ધ્વજ અડધી કાઠીએ ફરકાવવાનો રહેશે.
ગુજરાત રાજયના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ બે દિવસ દરમ્યાન કોઇ પણ જાહેર કાર્યક્રમો યોજાશે નહીં તેવું જણાવાયું છે.