રાજકોટ માર્કેટયાર્ડમાં જુદી જુદી જણસીની આવક માટે સમય વહેચણીની વ્યવસ્થા કરાઈ

0
316

રાજકોટ માર્કેટયાર્ડમાં જુદી જુદી જણસીની આવક માટે સમય વહેચણીની વ્યવસ્થા કરાઈ

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં  કપાસ,જીરૂ,ઘઉં, રાય,રાયડો,મેથી,લસણ તથા ધાણાની જુદી જુદી આવક થઈ રહી છે.વ્યવસ્થા જળવાય રહે એ હેતુથી આ બધી જણસી આજ રોજ તા.૧૯/૦૪/૨૦૨૨ ના રોજ નીચે પ્રમાણે ના સમય મુજબ આવવા દેવામાં આવશે,
૧) ધાણા ની આવક રાત્રે ૯.૦૦ થી સવાર ના ૯.૦૦ વાગ્યા સુધી આવવા દેવામાં આવશે.
૨) ઘઉં,રાય,રાયડો,મેથી તથા લસણ ની આવક રાત્રે ૯.૦૦ થી રાત્રી ના ૧૨.૦૦ વાગ્યા સુધી આવવા દેવામાં આવશે.
૩) કપાસ તથા જીરૂ ની આવક સાંજે ૪.૦૦ થી સવાર ના ૧૦.૦૦ વાગ્યા સુધી આવવા દેવામાં આવશે.
૪) ચણા,મગફળી ની આવક બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી સંપૂર્ણ પણે બંધ કરવામાં આવેલ છે.
        ઉપરોક્ત તમામ જણસીની આવક દાગીના માં હશે તે દાગીના માં અને પાલ માં હશે તે પાલ માં ઉતારવાની રહેશે, તેમજ જો કોઈ દાગીના માંથી પાલ કરતા મજુરભાઈઓ તથા વાહનમાલિકો પકડાશે તો માર્કેટિંગ યાર્ડ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે,તમામ જણસી જગ્યા હશે ત્યાં સુધી આવક આવવા દેવામાં આવશે,આવક બાબતે વાહન માલિકો ની કોઈપણ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહી.
તમામ જણસીની હરરાજી માર્કેટિંગ યાર્ડ ની વ્યવસ્થા ને ધ્યાને લઇ ચાલુ કરવામાં આવશે.
જેની સબંધ કર્તા સર્વે એ ખાસ નોંધ લેવી..