આજે વિશ્વ થાઈરોઈડ દિવસ : ભારતમાં અંદાજીત 4.5 કરોડ દર્દી પીડાય છે

0
1201

સમગ્ર વિશ્વમાં 25 મે નાં રોજ વિશ્વ થાઈરોઈડ ડે તરીકે ઓળખાય છે, આનો હેતુ થાઈરોઈડનાં રોગ વિશે જનજાગૃતિ કેળવવાનો છે,જેથી થાઈરોઈડ રોગોનું સમયસર નિદાન તથા સારવાર થઈ શકે. દેશની વાત કરીએ તો આશરે 4.5 કરોડ લોકો થાઈરોઈડના રોગથી પીડાય રહયા છે. આમાનાં આશરે 30 લાખ લોકો આપણા ગુજરાતમાં વસેલા છે મુખ્ય વાત એ છે કે આમાનાં ઘણાં લોકોને ખબર પણ નથી હોતી કે તેમને થાઈરોઈડ અંગેની તકલીફ છે.

થાઈરોઈડ એ બધા લોકોમાં ગળાનાં આગળનાં ભાગમાં આવેલ પતંગીયા આકારની એક અંત:સ્ત્રાવ (એન્ડોક્રાઈન) ગ્રંથી છે, તે ગ્રંથીમાંથી ટી3 અને ટી4 નામના હોર્મોનનો લોહીમાં સ્ત્રાવ થાય છે જે માથાના વાળથી લઈને પગનાં નખ સુધીની બધી જ ક્રિયાઓને પ્રભાવિત કરે છે. આ હોર્મોનનું પ્રમાણ જેટલું અસંતુલિત બને એ મુજબની અસરો પડતી હોય છે.

થાઈરોઈડ મુખ્યત્વે ત્રણ પ્રકારનાં હોય છે. હાઈપોથાઈરોઈડ (લીલો થાઈરોઈડ) કે જેમાં શરીરમાં થાઈરોઈડનું પ્રમાણ ઘટી જાય છે. હાઈપર થાઈરોઈડ (સુકો થાઈરોઈડ) કે જેમાં શરીરમાં થાઈરોઈડનું પ્રમાણ વધી જાય છે. થાઈરોઈડની ગાંઠ – સાદી અને કેન્સરની કેવા કેવા લક્ષણો હોય તે માટે તબીબનો સંપર્ક કરવો હિતાવહ છે.

હાઈપો થાઈરોઈડનાં મુખ્યત્વે લક્ષણોમાં પાચનતંત્રની ક્રિયા ધીમી પડતી જતી હોવાથી કબજીયાત થવુ, વજન વધી જવું, હૃદયનાં ધબકારા ધીમા પડી જવા, થાક લાગવો, વાળ ખરવા, ઠંડીમાં સહનશકિતમાં ઘટાડો, ચહેરો સોજી જવો, કોલેસ્ટ્રોલ વધી જવું, માસિકમાં અનિયમીતતા વગેરે જેવી તકલીફો થાય છે જયારે હાઈપર થાઈરોઈડમાં આના કરતા વિપરીત અસર થાય છે.

જેમાં મુખ્યત્વે ગોઈટર, હાથ ધ્રુજવા, ચિડચીડીયાપણું આવવું, વજન ઘટવો, ગરમી સહન ન થવી તથા ઉંઘ ન આવવી વિગેરે લક્ષ્ણો જોવા મળે છે.હાઈપો થાઈરોઈડ માટેની લીવોથાઈરોકસીન નામની દવા રોજ સવારે ભુલ્યા વગર ભુખ્યા પેટે સાદા પાણી સાથે લેવી હિતાવહ છે. તે ઉપરાંત આ ગોળી લીધા પછી 45-60 મીનીટ સુધી ભોજનમાં કંઈ ન લેવુતે વધુ હિતાવહ રહેશે.