જામનગરમાં તસ્કરોનો ત્રાસ : ચાંદી બજારમાં યુવક ઊંઘતો રહ્યો ને તસ્કરો હાથ સાફ કરી ગયા

0
1156

જામનગરમાં તસ્કરો બેફામ બન્યા છે. જેમાં ચાંદી બજારમાં યુવક ઊંઘતો રહ્યો ને તસ્કરો હાથ સાફ કરી ગયા હતા…સમગ્ર મામલો જોતા ચાંદી બજારમાં વારિયાના ડેલા વિસ્તારમાં રહેતો પરિવાર 16 તારીખના રાત્રિના નિંદ્રાધિન હતો. તે દરમિયાન અજાણ્યા તસ્કરોએ મકાનમાં પ્રવેશ કરી ખીટીમાં લટકાડેલા પેન્ટમાંથી 24 હજાર રૂપિયાની રોકડ અને યુવાનના ઓસિકા પાસેથી મોબાઇલ મળી કુલ 32 હજારની માલમતી ચોરી ચોર ફરાર થયા હતા. આ મામલે પોલીસે તપાસ આરંભી હતી.

ચોરીના બનાવની વિગત મુજબ, જામનગરના ચાંદી બજાર વારિયાના ડેલામાં ગાંધીજીની પ્રતિમાની સામે રહેતાં પારશ વારિયા નામનો યુવાન ગત 16 જાન્યુઆરીની રાત્રિના 11 વાગ્યાથી સવારે 5:45 સુધીના સમય દરમિયાન નિંદ્રાધિન હતા. આ દરમિયાન મકાન અને રૂમનો દરવાજો અંદરથી બંધ હોવા છતાં અજાણ્યો તસ્કર મકાનમાં ઘુસી રૂમમાં ખીટીમાં ટીંગાડેલા પારસના પેન્ટના ખીસ્સામાંથી 24 હજાર રૂપિયાની રોકડ રકમ અને 8 હજાર રૂપિયાની કિંમતનો મોબાઇલ મળી કુલ 32 હજાર રૂપિયાની માલમતા ચોરી કરી ગયા હતાં.

આ અંગેની યુવાન દ્વારા જાણ કરાતા પીએસઆઈ વી.આર.ગામેતી તથા સ્ટાફે ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી. પોલીસના પ્રાથમિક તારણમાં કોઇ જાણભેદુ હોવાની આશંકાએ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી.