ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા સાધુ વાસવાણી રોડ પર દબાણો,ગેરકાયદેસર બાંધકામનું ડિમોલિશન કરવામાં આવ્યું

0
293

ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા સાધુ વાસવાણી રોડ પર દબાણો,ગેરકાયદેસર બાંધકામનું ડિમોલિશન કરવામાં આવ્યું

ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા વેસ્ટ ઝોન કચેરી હેઠળના વિસ્તારમાં ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ. ડી. સાગઠીયા સાહેબના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પાર્કિંગ બંધ કરાવવા મહાનગરપાલિકાના એકશન પ્લાન વન વીક વન રોડ અંતર્ગત થયેલ ડીમોલિશન
કમિશ્નર અમીત અરોરા સાહેબની સુચના અનુસાર તથા ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ. ડી. સાગઠીયા સાહેબના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરના જાહેર માર્ગોપર વાહન પાર્કિંગની સમસ્યાને અંતર્ગત કમિશ્નર દ્વારા રજુ કરાયેલ એકશન પ્લાન અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ તા.૧૭/૦૫/ર૦ર૨ ના રોજ વન વીક વન રોડ અંતર્ગત શહેરના વેસ્ટ ઝોન વિસ્તારના સાધુવાસવાણી રોડ પરના પાર્કિંગ તથા માર્જીનમાં થયેલ નીચેની વિગતો થયેલ દબાણો/ગેરકાયદેસર બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે.
ક્રમ વોર્ડ મિલકતનું નામ સરનામું બિલ્ડીંગ્સમાં પાર્કિંગ +૦.૦૦ લેવલ પાર્કિંગ સ્પેશમાં પાર્કિંગ થાય તે માટે જરૂરી વ્યવસ્થા. માર્જીન સ્પેસમાં કરવામાં આવેલ કાયમી દબાણ દુર કરાવેલ. ચાલુ કન્સ્ટ્રકશન સાઈટમાં ગ્રીન નેટ. ચો.મી.
૧ ૯ પરબતભાઈ સોલંકી
“ક્રિષ્ના ડીલક્સ પાન & કોલ્ડ્રીંક્સ ઈલોરા કોમ્પલેક્ષ. સાધુવાસવાણી રોડ, રાજકોટ     છાપરૂ દુર કરેલ છે   ૯.૦૦
૨ ૯ માયાભાઇ જાદવ
“ક્રિષ્ના હોટલ” ઈલોરા કોમ્પલેક્ષ. સાધુવાસવાણી રોડ, રાજકોટ     છાપરૂ દુર કરેલ છે   ૯.૦૦
૩ ૯ પંકજભાઈ વેકરીયા
“બાલાજી ફ્લોર મીલ”, “શ્રી નાથજી પ્રોવિઝન સ્ટોર”, “બજરંગ પાન” આશીર્વાદ કોમ્પલેક્ષ, સાધુવાસવાણી રોડ, રાજકોટ     છાપરૂ દુર કરેલ છે   ૨૪.૦૦
૪ ૯ ઈમરાનભાઈ સોદાગર
“મેહુલ સોફા પોઈન્ટ” સાધુવાસવાણી રોડ, રાજકોટ     છાપરૂ દુર કરેલ છે   ૬.૦૦
૫ ૯ ઈમરાનભાઈ સોદાગર
“મીર કેમિકલ તથા ગુરુનાનક પંજાબી & ચાઇનીઝ” સાધુવાસવાણી રોડ, રાજકોટ     છાપરૂ દુર કરેલ છે   ૧૮.૦૦
કુલ ૬૬.૦૦
આ કામગીરીમાં વેસ્ટ ઝોનના ડેપ્યુટી કમિશ્નર, ટાઉન પ્લાનીંગ ઓફિસર , સીટી એન્જીનીયર વેસ્ટ ઝોન તેમજ વેસ્ટ ઝોનની ટાઉન પ્લાનીંગ શાખા, બાંધકામ શાખા, દબાણ હટાવ શાખા, રોશની શાખા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખાના તમામ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ તથા આ કામગીરી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરક્ષા વિભાગના અધિકારી તથા તેમનો તમામ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ