ટી.પી.કમિટીનો નિર્ણય, અમદાવાદની ૧૧ ટી.પી.સરકાર મંજુર કરશે તો ૪૦૫ પ્લોટ મળશે

0
1557

અમદાવાદ મ્યુનિ.ની ટાઉનપ્લાનિંગ કમિટીની મળેલી બેઠકમાં ૧૧ ટી.પી.રાજય સરકારના પરામર્શ માટે મોકલવા નિર્ણય કરાયો છે.સરકારની મંજુરી મળ્યા બાદ મ્યુનિ.તંત્રને ગાર્ડન-ઓપન સ્પેસ તેમજ સ્કુલ સહિતના વિવિધ હેતુ માટેના ૪૦૫ પ્લોટ પ્રાપ્ત થશે.ટી.પી.કમિટીની બેઠકમાં સરખેજ-ઓકાફ-ફતેવાડી ઉપરાંત કઠવાડા, નરોડા, કઠવાડા-સીંગરવા-ભુવાલડી ગેરતપુર,વટવા, સૈજપુર-ગોપાલપુર-શાહવાડી ઉપરાંત સાબરમતી અને ચાંદલોડીયા તેમજ બાકરોલ-બાદરાબાદ-કમોડની ટી.પી.સ્કીમ.ને લગતી દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી.કોમર્શિયલ ઉપરાંત નોલેજ, રહેણાંક, ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાંથી પ્રાપ્ત થશે.

ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં ગેરકાયદેસર બાંધકામ નિયમિત કરાવવા અંગે ઈમ્પેકટ ફી ભરવા અંગે વિવિધ અરજદારો તરફથી કરવામાં આવતી અરજીઓનો ઝડપી નિકાલ કરવા માટે વધુ સ્ટાફની ભરતી કરવી પડે તો આઉટ સોર્સિંગથી સ્ટાફની ભરતી કરવા તંત્રના અધિકારીઓને સુચના અપાઈ હતી.

શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા મ્યુનિ.હસ્તકના કોમ્યુનિટી હોલ તથા પાર્ટી પ્લોટનુ બુકીંગ કરાવનારનુ નામ જોવા મળે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવા સુચના અપાઈ છે.જે તે કોમ્યુનિટી હોલ કે પાર્ટી પ્લોટ માટે ડ્રો થયા બાદ કઈ તારીખે કોના નામથી બુકીંગ કરવામા આવેલ છે એ અંગેની વિગત મ્યુનિ.ની વેબસાઈટ ઉપર મુકવા અંગે ટી.પી.કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.