રાજકોટને કોની નજર લાગી છે ?
વિકાસને ગતિ મળે ત્યાં જ આવી જાય છે અણધારી બ્રેક
TRP અગ્નિકાંડ બાદ બિલ્ડરોના અનેકવિધ પ્રશ્નો જે અભેરાઈએ ચડ્યા હતા તેનો નિકાલ આવવાની શરૂઆત થતાં જ ફરી ઊભી થઈ અડચણ : માથું મૂકીને કામગીરી શું કામ કરવી તેવી કર્મચારીઓ તથા અધિકારીઓમાં પ્રવર્તી ચિંતા
એક તરફ બજારમાં તરલતાનો અભાવ બીજી તરફ ગ્રાહકોની અછત અને તેમાં પણ TPની મંદ કામગીરી હવે શું? તે સો મણનો સવાલ
રાજકોટ, તા.3
ટીઆરપી અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકામાં કંઈક ને કંઈક ઘટના સમયાંતરે ઘટતી જોવા મળી રહી છે પરિણામ સ્વરૂૂપે જે કામગીરીને વેગ મળવો જોઈએ તે મળી શકતો નથી. અગ્નિકાંડમાં જે લોકોના જીવ ગયા ત્યારબાદ જે તપાસ હાથ ધરવામાં આવી તેમાં મહાનગરપાલિકાના અનેકવિધ કર્મચારીઓ અને અધિકારીઓ લાંચ અને અન્ય ગુનામાં તેઓની સંડોવણી ખોલી એટલું જ નહીં આ બધા ઘટનાઓ બાદ મહાનગરપાલિકાની કામગીરી થોડાક અંશે વેગવંતી બની ત્યાં ફરી એક ઘટના ઘટતા જ મહાનગરપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓમાં ફફડાટ મચાવી દીધો હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. ગઈકાલે ભૂતપૂર્વ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર અને હાલ બાંધકામ વિભાગમાં ફરજ બજાવતા કાર્યપાલક ઇજનેર અજય વેગડ સમક્ષ આ પ્રમાણસર મિલકતનો ગુનો એન્ટીકરપ્શન બ્યુરો દ્વારા દાખલ કરવામાં આવ્યો છે જેને લઇ સમગ્ર મહાનગરપાલિકા તંત્રમાં હાલ આ મુદ્દો ચર્ચાનો વિષય બની ગયો છે. કાર્યપાલક ઇજનેર વેગડ ને નિવૃત્ત થવાને હવે વરસથી પણ ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે તેમના પર એન્ટીકરપ્શન બ્યુરો દ્વારા જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેને લઈને અનેક પ્રત્યાઘાતો મહાનગરપાલિકામાં સામે આવી રહ્યા છે. મહાનગરપાલિકાના જાણકાર વર્તુળોના જણાવ્યા અનુસાર રાજકોટ ને કોની નજર લાગી છે તેનો કોઈ અંદાજો હજુ સુધી આવતો નથી કારણ કે થોડાક અંશે વિકાસની ગાડી પાટા ઉપર ચડે અને ત્યાં જ કોક એવી ઘટના ઘટે છે જેનાથી મહાનગરપાલિકા ના કર્મચારીઓ તથા અધિકારીઓનું મોરલ પડી ભાંગે છે.
જાણકાર વર્તુળોના જણાવ્યા અનુસાર વિકાસને જાણે સહેજ ગતિ મળે ત્યાં આવી જાય છે કોઈ અણધારી બ્રેક જેને લઈને મનપાની કામગીરીને ઘણી માઠી અસરનો સામનો કરવો પડે છે. એટલું જ નહીં ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા માંડ માંડ કામગીરીનો પ્રારંભ થયો ત્યાં જ અજય વેગડ સામેના પગલાથી મનપાના ઉચ્ચ અધિકારીઓ અને સ્ટાફમાં ભય અને અન્યાયની લાગણી ક્યાંકને ક્યાંક વ્યાપી ઊઠી હોય તેવું ચિત્ર ઊભું થઈ રહ્યું છે. મહાનગરપાલિકાની કામગીરી સાક્ષી છે કે જ્યારે ટીઆરપી અગ્નિકાંડ જેવી દુર્ઘટના ઘટી તે બાદ મહાનગરપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા એ તમામ કામગીરી નહીં વાત કરી દેવામાં આવી હતી અને તેના કારણે મનપાનું કામનું ભારણ વધતું જોવા મળ્યું હતું ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ સ્થિતિમાંથી મહાનગરપાલિકા ક્યારે બહાર નીકળી શકશે. મહત્વનું તો એ પણ છે કે ટાઉન પ્લાનિંગ વિભાગની કામગીરી જે ગતિથી ચાલતી હતી તેના કારણે રાજકોટના વિકાસને ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો છે ત્યારે છેલ્લા દિવસોમાં કહી શકાય કે જે લીગલ ફાઈલ એટલે કે જે ન્યાયિક મુજબ ફાઈલ પાસ થઈ શકે તેમ હોય તે ફાઇલનો નિકાલ થવાનો સમય શરૂૂ થયો હતો કારણ કે મહાનગરપાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા દિવસોમાં ઘણી ખરી આ પ્રકારની ફાઈલોને પાસ કરવામાં આવી હતી ત્યારે રાજકોટના પ્રબોધ નાગરિકો અને બિલ્ડરો કે જેઓનો રાજકોટના વિકાસમાં સિંહ ફાળો રહ્યો છે તેમને પણ હાશકારો થયો હતો પરંતુ જેમ ગઈકાલે એન્ટીકરપ્શન બ્યુરો દ્વારા ઇજનેર અજય વેગડ સામે અપ્રમાણસાર મિલકતનો ગુનો દાખલ કર્યો તે ઘટના ની સાથે જ ફરી એકવાર રાજકોટના બિલ્ડરો અને પ્રભુ નાગરિકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે અને તેમનામાં ક્યાંકને ક્યાંક અસંતોષની લાગણી પણ પ્રવર્તિત થઈ હોય તેવું વર્તુળો ચરચી રહ્યા છે.
ટીઆરપી કાંડ બાદ બિલ્ડરોના અનેકવિધ પ્રશ્નો અધેરાઈએ ચડી ગયા હતા ત્યારે નિયમમાં આવતા અને નિયમ મુજબ જે ફાઈલ ક્લિયર થઈ શકે તેમ હતી તેવી ફાઈલોનો નિકાલ થવાની શરૂૂઆત થઈ ચૂકી હતી એટલું જ નહીં આ ઘટનાને અધિકારીઓએ આવકારી પણ હતી પરંતુ હાલ જે ગઈકાલે ઘટના બની તેનાથી ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓમાં ક્યાંકને ક્યાંક રોષ ભભૂકી ઉઠ્યો હોય તેવું લાગી રહ્યું છે એટલું જ નહીં અધિકારીઓનું માનવું છે કે માથું મૂકીને કામગીરી શું કામ કરવી જ જોઈએ કારણકે કંઈક કામગીરી કરવામાં આવે અને આવી કોઈ ઘટના ઘટે તો સામે એવી સ્થિતિ ઉદ્ભવિત થાય કે સામે દરેકનું મોરલ પણ પડી ભાંગે છે. હવે ઇજનેર અજય વેગડ સામે જે ગુનો નોંધવામાં આવ્યો તેનાથી ટાઉન પ્લાનિંગ વિભાગની કામગીરી અને બાંધકામ વિભાગની કામગીરી પર શું અસર પડશે તે હવે જોવાનું રહ્યું. ટીઆરપી અગ્નિકાંડ બાદ જે રીતે અધિકારીઓ અને કર્મચારીઓ પર તપાસ કરવામાં આવી અને ગુના નોંધવામાં આવ્યા તે બાદ ટાઉન પ્લાનિંગ વિભાગમાં મહત્તમ અધિકારીઓ દ્વારા રાજીનામાં મૂકવામાં આવ્યા હતા કારણ કે તેઓને એ વાતનો ડર અને ભય સતાવતો હતો કે કાલ સવારે તેમના ઉપર તો કોઈ એક્શન લેવામાં નહીં આવે ને. સ્થિતિ માં ક્યાંક ને ક્યાંક શાંતિ આવી હતી પરંતુ ફરી વખત રાજકોટ અને મહાનગરપાલિકા ને ફરી કોઈકની નજર લાગી ગઈ હોવાનું માલુમ પડ્યું છે. હાલ જે રીતનું ચિત્ર ઊભું થયું છે તેને ધ્યાને લઈ બિલ્ડરોના શ્વાસ અધર ચડી ગયા છે એક તરફ રોકડના પ્રશ્નો છે બીજી તરફ ગ્રાહકોની પણ અછત જોવા મળે છે ત્યારે ટાઉન પ્લાનિંગ વિભાગની હવેની કામગીરી કેવી હશે તે સાંભળીને અત્યારે વિવિધ બિલ્ડરો પર ચિંતા ના વાદળો ઘેરાયા છે.
બિલ્ડરોને લાગતું હતું કે તેમને જે તકલીફ પડી હતી અને જે પ્લાન પાસ સહિતના જે પડતર કાર્યો ઘણા સમયથી પેન્ડિંગ રહ્યા હતા તે શરૂૂ તો થયા પરંતુ જે રીતે ગઈકાલે એન્ટીકરપ્શન બ્યુરો દ્વારા બાંધકામ વિભાગના ઇજનેર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો તેનાથી એ રાહતના સમાચારો બિલ્ડરો માટે હવે ચિંતા ના સમાચારો બની ગયા છે અને મહાનગરપાલિકાની જાણે સ્થિતિ જ્યાં હતા ત્યાં તેવી થઈ ચૂકી છે. આ માટે કોઈ નક્કર પગલા લેવા ખૂબ જરૂૂરી છે એટલું જ નહીં મહાનગરપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓ નું મોરલ ડાઉનલોડ ન થાય અને હવે કામનું ભારણ વધે નહીં તે માટે મ્યુનિસિપલ કમિશનર અને સત્તાધિશોએ નક્કર પગલા લેવા હવે અત્યંત જરૂૂરી બન્યા છે જો આ કરવામાં મહાનગરપાલિકા નિષ્ફળ નીવડશે તો તેની અસર સીધી જ અસર મહાનગરપાલિકાની કામગીરી ઉપર થશે. જે હવે કોઈપણ સંજોગે ચાલે તેમ નથી કારણ કે જો આ સ્થિતિ યથાવત રહી તો ભવિષ્યમાં રાજકોટના વિકાસને 100 ટકા ગ્રહણ લાગશે તેવું જાણકાર વર્તુળ અને મનપાના તજજ્ઞ જણાવી રહ્યા છે.
