કાલ થી બે દિવસ રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છનાં 10 જિલ્લાનાં આસિસ્ટન્ટ ઇલેકશન રિટર્નીંગ ઓફીસરોના તાલીમ વર્ગનું આયોજન

0
1145

કાલ થી બે દિવસ રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છનાં 10 જિલ્લાનાં આસિસ્ટન્ટ ઇલેકશન રિટર્નીંગ ઓફીસરોના તાલીમ વર્ગનું આયોજન

વિધાનસભાની ચૂંટણી સંદર્ભે આવતીકાલ તા. 29 ને શુક્રવારથી બે દિવસ રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છનાં 10 જિલ્લાનાં તમામ આસિસ્ટન્ટ ઇલેકશન રિટર્નીંગ ઓફીસરો (એઈઆરઓ)નો તાલીમ વર્ગ આયોજીત કરવામાં આવેલ છે.

આસિસ્ટન્ટ ઇલેકશન રિટર્નીંગ ઓફીસરોનો આ તાલીમ વર્ગ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આયોજીત કરવામાં આવેલ છે.જેમાં કેન્દ્રીય ચૂંટણી પંચનાં ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહી જરુરી ચૂંટણીલક્ષી તાલીમ આપશે.

અહીં એ ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની આ ચૂંટણીના સંદર્ભમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પણ હાથ ધરવામાં આવેલ છે. તેમજ બીએલઓ દ્વારા ડોર ટુ ડોર સંપર્ક કરી મતદારોની સંખ્યા વધે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે વિધાનસભા ચૂંટણી સંદર્ભે આ તાલીમ વર્ગમાં મતદાર યાદીમાં નામ નોંધણી સહિતના મુદ્દે જરુરી તાલીમ આપશે.

જેમાં ચૂંટણી પંચના નવા ફોર્મેટ,મતદાર નોંધણીના ફોર્મ કઇ રીતે ભરવા, કઇ રીતે ચકાસણી કરવી, સહિતનાં મુદ્દે તેમજ વીવીપેટ, ઇવીએમ, મતદાન મથક સહિતના મુદ્દે જરુરી માર્ગદર્શન ચૂંંટણી પંચના અધિકારીઓ દ્વારા પુરુ પાડવામાં આવશે.