TRP અગ્નીકાંડમાં મારી કોઈ ભૂમિકા નથી : જયદીપ ચૌધરી

સેશન્સ કોર્ટે આસિસ્ટન્ટ એન્જિનિયર ચૌધરીની જામીન અરજી ફગાવી : આરોપીએ બોગસ દસ્તાવેજો બનાવ્યા, સ્થળ પરની મુલાકાત પણ ન કરી : સ્પેશિયલ પીપી

રાજકોટ, તા. 19

પુરા ગુજરાતને હચમચાવી દેનાર અને સ્વજનોના હદય દ્રાવક કરૂણ રૂદનથી દેશની જનતાને આંસુ લાવી દેનાર ઘટના કે જેમા છાપાના સમાચારના આધારે નામદાર ગુજરાત હાઈકોર્ટે રજા ના દિવસે સુઓમોટો રીટ દાખલ કરી બીજે જ દિવસે પોલીસ કમીશ્નર તથા મ્યુનીસીપાલ કમીશ્નર સહીત તંત્રોને આડે હાથે લઈ સાડા ચાર કલાક જેનુ હીયરીંગ ચાલેલ હોય તેવી રાજોટ મુકામે ની ટી.આર.પી. અગ્નીકાંડ ની ઘટનામા 27 ના ભોગ લેનાર ગુનાના કામે પકડાયેલ રાજકોટ મહાનગર પાલીકાના આસીસ્ટન્ટ એન્જિનિયર જયદિપ બાલુભાઈ ચૌઘરીએ રેગ્યુલર જામીન પર મુક્ત થવા સેસન્સ અદાલતમા કરેલ જામીન અરજી ચાલી જતા જામીન અરજી રાજકોટ ના મહે. એડી. સેસન્સ જજ ડી.એસ.સીઘ સાહેબે નામંજુર કરતો હુકમ ફરમાવેલ છે.

કેસની હકીકત જોઈએ તો ટી.આર.પી. ગેમ ઝોનના સંચાલકો આરોપી ધવલ કોર્પોરેશનના પ્રોપરાઈટર (1) ધવલ ભરતભાઈ ઠકકર તથા રેસ વે એન્ટરપ્રાઈઝ ના ભાગીદારો (2) અશોકસીહ જગદીશસીહ જાડેજા (3) કીરીટસીહ જગદીશસીહ જાડેજા (4) પ્રકાશચંદ્ર કનૈયાલાલ હીરણ (5) યુવરાજસીહ હરીસીહ સોલંકી (6) રાહુલ લલીતભાઈ રાઠોડ તથા તપાસમા ખુલવા પામે તે તમામ સામે 50 મીટર પહોળુ અને 60 મીટર લાંબુ અને બે થી ત્રણ માળ જેટલુ ઉચુ લોખંડ તથા પતરાનુ ફેબ્રીકેશનનુ માળખુ ઉભું કરી ગેમ ઝોન બનાવી તેમા આગ લાગવાની ઘટના બને તો પહોચીવળી આગ રોકી મનુષ્ય જીવનને બચાવી શકાય તેવા કોઈ અસરકારક ફાયર ના સાધનો રાખ્યા વગર કે અગ્નીસમન વિભાગની એન.ઓ.સી. કે પ્રમાણપત્ર મેળવ્યા વગર જોખમી જગ્યામા ગેમ ઝોન ચલાવી તેમા આગ લાગવાનો બનાવ બને તો ગંભીર ઈજાથી લઈ માનવ મૃત્યુ થવાની સતપ્રતિસત સંભાવના હોવાની જાણકારી હોવા છતા ગેમ ઝોન ચાલુ રાખી 27 માનવો ના મૃત્યુ નીપજાવી મહાવ્યથાઓ સાથે આ ગેમ ઝોન માથી નાશી ભાગી નીકળેલ ન હોય તો તેઓના પણ મૃત્યુ સંભવ હતા તેવા જોખમમાં નાખી ગુનો કર્યા અન્વયે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પી.એસ.આઈ. પ્રજ્ઞેશકુમાર ભીખાભાઈ ત્રાજીયાએ ફરીયાદ આપેલ હતી.

ઉપરોક્ત ગુનાના કામે ધરપકડ પામેલ રાજકોટ મહાનગર પાલીકાના આસીસ્ટન્ટ એન્જિનિયર જયદિપ બાલુભાઈ ચૌધરીએ રેગ્યુલર જામીન ઉપર મુક્ત થવા રાજકોટ ની સેસન્સ અદાલતમાં જામીન અરજી કરી તેઓ નીદર્દોષ હોવાનુ અને સીધી કે આડકતરી રીતે સંડોવાયેલ ન હોવાનુ, યોગદાન નહી હોવાની કરેલ રજુઆતો સામે સ્પે. પી.પી. તથા એડી. સ્પે. પી. પી. ધ્વારા દલીલો કરેલ અને ભોગ બનનાર પરીવાર વતી વિગતવાર વાંધા રજુ કરી એડવોકેટ સુરેશ ફળદુ સહીતનાઓએ રજુઆત કરેલ કે અરજદારોના પ્રથમ થી જ એફ.આઈ.આરમા નામ છે, સબ ચલતા હૈ ની જેમ આ કિસ્સો મેન મેઈડ ટ્રેજેડીને કિસ્સો છે, ટી.આર.પી. ગેમ ઝોનમા રહેલ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાનો હુકમ હોવા છતા કાયદા વિરૂધ્ધ ઈમ્પેકટ ફી ભરવા અરજદારે યાદી કરી આપેલ તથા અન્ય આરોપી સાથે મળી કાવતરુ રચી એકબીજાને મદદગારી કરી ઈમ્પેક્ટ ફી ભરવાના જાવક રજીસ્ટરનો નાશ કરી નવુ રજીસ્ટર બનાવી ઈમ્પેકટ ફી ની ફાઈલ ખોટી રીતના ઈન્વર્ડ કરાવી અરજદાર સહીતનાઓએ એકબીજાને મદદગારી કરી ગુનો આચરેલ હોય અને ટી.આર.પી. ગેમ ઝોનમા ગેરકાયદેસર બાંધકામ તથા ફેબ્રીકેશન ઉભુ કરી બે રોક્ટોક ગેરકાયદેસર ધંધાઓ 2021 થી અરજદાર ચાલવા દેતા હતા તે વખતે અરજદારોના જ્ઞાનમાં હતુ કે અગ્નીસામક વસ્તુઓ સ્થળપર નથી કે તેનો પરવાનો નથી કે જરૂરી લાયસન્સો નથી ગેમઝોનમાં એકસીટ ગેઈટ નથી ગેમઝોનમા બાળકો તથા તેના સબંધીઓ અંદર છે તેવા સમયે વેલ્ડીંગ કરવાથી તેનો તીખારો નીચે રહેલ ઝડપથી અગ્ની પકડી લે તેવી વસ્તુ ઉપર પડવાથી આગ લાગી શકે અને માનવ જીજીંદગી નો અંત આવી શકે તેવા જ્ઞાન સાથે નફાખોરી ના હેતુ થી રહેણાંક ની જગ્યા ઉપર કોમર્શીયલ બીઝનેશ ચલાવવા દેવામાં આવેલ હતો અને વર્ષ દિવસ પહેલા આગ ની ઘટના ઘટેલ છતા ફાયર સેફટી અંગેના પરવાના લીધા વગર માનવ જીંદગી જોખમાય તેમ હોવાની હરેક બાબતો અરજદારના જ્ઞાનમા હતી ગુનાના કામે પ્રિપેરેશન એકટ અને નોલેઝ ની આરોપીઓની હાજરી છે.  એડવોકેટ દ્વારા આરોપીની જામીન અરજી નામંજુર કરવી જોઈએ તે માટે લંબાણ પુર્વકની દલીલો કરવામા આવી હતી.

તમામ પક્ષેની રજુઆતો, અધીકારીના સોગંદનામા, ભોગ બનનાર પક્ષેના વાંધાઓ તેમજ સ્પે. પી.પી., એડી. સ્પે પી.પી. અને ભોગ બનનાર પરીવારપક્ષેના વકીલની રજૂઆતો લક્ષે લઈ અરજદારની રેગ્યુલર જામીન અરજી નામંજુર કરતો હુકમ ફરમાવવામા આવેલ છે. ઉપરોક્ત કામમા ભોગ બનનાર પ્રદિપસીહ ચૌહાણ પરીવાર વતી રાજકોટ બાર એશોશીયેશન વતી ઉપ પ્રમુખ સુરેશ ફળદુ, સ્પે.પી.પી. તુષાર ગોકાણી, એડી. સ્પે.પી.પી. નીતેશ કથીરીયા તથા અન્ય એક ભોગ બનનાર વતી એન.આર.જાડેજા નાઓએ હાજર રહી કાર્યવાહી કરેલ હતી.

Previous Post
Next Post

Latest Video

Categories

loader-image
Rajkot, IN
5:45 pm, Jul 22, 2026
temperature icon 38°C
broken clouds
16 %
1006 mb
14 mph
Wind Gust: 13 mph
Clouds: 84%
Visibility: 10 km
Sunrise: 6:23 am
Sunset: 7:07 pm