દર વખતે નવા નાકે દિવાળી
સરકારે જ ગુનાહિત બેદરકારી દાખવનારાઓ સામે તાકીદે કડક સજા કરવી જોઈએ
માત્ર આર્થિક સહાય જાહેર કરી દેવાથી તંત્રની નિષ્ક્રિયતા પર પડદો ન જ પડે
રાજકોટ, તા. 16
ટીઆરપી અગ્નિકાંડને હજુ એક વર્ષ પણ થયું નથી ને ત્યાં ફરી એક સર્મસાર ઘટના ઘટી જેમાં મહાનગરપાલિકાની આરઆરએલ એજન્સી ની સીટી બસ એ ચાર માસુમ લોકોનો જીવ લઈ લીધો.
રાજપથ પ્રાઇવેટ લિમિટેડ એજન્સી મનપામાં કોન્ટ્રાક્ટ બેઝ પર સિટી બસની સર્વિસ પુરી પાડી રહી છે. એટલું જ નહીં ભૂતકાળમાં પણ આ એજન્સી અનેક વખત વિવાદોમાં સપડાયેલી જોવા મળી છે ત્યારે હાલ જે ઘટના ઘટી તે હૃદય કંપાવે તેવી છે તેમાં પણ જ્યારે તંત્ર પોતાના પર ન આવે અને કોઈ એવો મુદ્દો ન ચર્ચાય તેને ધ્યાને લઈને મૃતકો અને ઇજાગ્રસ્તોને આર્થિક સહાય જાહેર કરી દેવાની યોજના બનાવી હતી પરંતુ આ નિમ્ભર તંત્ર કેદી સંબંધ છે કે માત્ર આર્થિક સહાય આપવાથી કોઈ પરિવાર માં જે દુ:ખના ડુંગરો પડ્યા હોય તે સમી ન શકે. આ ઘટનાને લઇ અનેક પ્રશ્નો તંત્રની કામગીરી સમક્ષ પણ ઊભા થયા છે પરંતુ આ તંત્ર ત્યારે જ ડાહી વાત કરે કે જ્યારે આ પ્રકારની કોઈ ઘટના ઘટે. ત્યારે ગઈકાલે જે ઘટના ઘટી તે ઘણા ખરા પ્રશ્નો ઉભા કરી જાય છે. રાજકોટના ઇન્દિરા સર્કલના ટ્રાફિક સિગ્નલ પર આરઆરએલની ઊ2 52 નંબરની સીટી બસ બેકાબુ બની રસ્તા પર ઉભેલા વાહનચાલકોને કચડી નાખ્યા હતા. જેમાં ત્રણ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે.આ ઘટના બાદ સ્થળ પર લોકોના ટોળા એકત્રિત થયા હતા. લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો .
સાંત્વના આપવાની સાથોસાથ ખરેખર સ્થાનિક પ્રશાસને એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે કે આ પ્રકારની દુર્ઘટના આગામી સમયમાં ન ઘટે તે માટે ક્યાં પ્રકારના પગલાં લેવા જોઈએ અને જે નિર્ણય લેવામાં આવે તેની ચોક્કસ અને ચુસ્ત અમલવારી કરવી ફરજિયાત કરવી જોઈએ. જો આ કરવામાં તંત્ર સફળ થશે તો જ આ પ્રકારની દુર્ઘટનાઓનો અંત આવશે નહીંતર નહીં. ધારાસભ્ય સહિત ભાજપ તથા વિપક્ષના પદાધિકારીઓ સ્થળ મુલાકાત કરી સાંત્વના આપી દે તેનાથી તેમની કામગીરી પૂર્ણ થતી નથી આ કિસ્સામાં ચોક્કસ અને નક્કર કામગીરી એ જ કરી ગણાય કે જેમાં જે ઘટના ઘટી તે કયા કારણસર ઘટી અને શું કામ કેમ ટ્રાફિક ઇન્સ્પેક્ટર દ્વારા બસ તપાસ કરવામાં આવી ન હતી. શું જ્યારે બસ તેના નિયત જગ્યાથી બહાર નીકળી ત્યારે તેના તમામ પાર્ટ્સ બરોબર કાર્ય કરે છે કે કેમ તે અંગે તું તપાસ કરવા બાવીતી આ મુદ્દે જો યોગ્ય અને તટસ્થ તપાસ થાય તો જ મૃતકોને સાચો ન્યાય મળી શકે અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન ઘટે.
સીટી બસ ચાલક શિશુપાલસિંહ જે બસ ચલાવતો હતો તે બેકાબૂ બની હતી કંડકટરના જણાવ્યા અનુસાર બ્રેક ફેલ થયાના કારણે બસ બેકાબૂ બની હતી.સિગ્નલ પર ઉભા રહેલા વાહનચાલકોને બેકાબુ બસે અડફેટે લીધા હતા. જેમાં ત્રણ નિર્દોષ જિંદગી એ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટનાથી શહેરમાં ભારે આક્રંદ છવાયો છે. એજન્સીની બેદરકારીના કારણે ત્રણ લોકોના મોત થવાથી પ્રજામાં આક્રોશ જોવા મળી રહ્યો છે.રાજપથ પ્રાઇવેટ લિમિટેડ એજન્સી વારંવાર વિવાદોમાં સપડાય છે.છતાં પણ કોની મીઠી નજર હેઠળ આ એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવતો નથી.લોકો વારંવાર સીટી બસની અડફેટે આવશે અને જીવ ગુમાવતા રહેશે તંત્ર આ ખાડા કામ કરીને બેઠું રહેશે લોકમુખે સવાલો ઉઠી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે,રાજકોટ હાદસાઓનું શહેર બનતું જાય છે. ક્યાંક આગ દુર્ઘટનામાં નિર્દોષ જિંદગીઓ ભુંજાય છે. તો ક્યાંક બેદરકારીના કારણે માસુમ જિંદગીઓનો ભોગ લેવાય રહ્યો છે. આરઆરએલ એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરવા સુધી તંત્રના અધિકારીઓ તૈયારીઓ બતાવી રહ્યા છે. પરંતુ જે માસુમ જિંદગીઓનો ભોગ લેવાયો છે તેમના પરિવાર માથે જે આભ ફાટ્યું છે.એની કોઈ ભરપાઈ થઈ શકે નહીં. તંત્રએ ભોગ બનનાર વ્યક્તિઓને વધુને વધુ વળતર આપવાની જવાબદારી લીધી છે.આ પ્રકારની દુર્ઘટનામાં જવાબદાર વ્યક્તિઓ પર કડકમાં કડક કાર્યવાહી તંત્ર કરશે ત્યારે જ પ્રજાને સંતોષ મળશે. તંત્ર દ્વારા માત્ર તૈયારી બતાવી ને જો સાંત્વના આપવાની વાત થતી હોય તો આ પ્રકારની ઘટના ઉતરોતર બનતી રહેશે.
ગુજરાતના રાજકોટ શહેરમાં બુધવારે સવારે ટ્રાફિક સિગ્નલ પર સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત એક ઝડપી ઇલેક્ટ્રિક બસે અનેક વાહનો અને રાહદારીઓને ટક્કર મારતા ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા હતા. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને આ ઘટનામાં મૃતકોને 15 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. બસ ડ્રાઈવર પણ ઘાયલ થયો હતો અને હાલમાં તે હોસ્પિટલમાં દાખલ છે અને તેના પર બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ ઘટના બુધવારે સવારે ઇન્દિરા સર્કલ પર બની હતી, જ્યારે બસ ડ્રાઇવરે ટ્રાફિક સિગ્નલ પર બસ રોકવામાં નિષ્ફળ રહેવાનો આરોપ છે. વાહને રોકાતા પહેલા અનેક ટુ-વ્હીલર્સને ટક્કર મારી હતી. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઝોન-2) જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, “આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે – બે પુરુષો અને બે મહિલાઓ. બે અન્ય મહિલાઓ અને એક પુરુષ ઘાયલ થયા છે. અમે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો છે. બસ જપ્ત કરવામાં આવી છે અને અમે આરટીઓને યાંત્રિક તપાસ કરવા વિનંતી કરી છે. અમે ડ્રાઇવરના લોહીના નમૂના પણ લીધા છે જેથી તે જાણી શકાય કે તે દારૂ કે ડ્રગ્સના નશામાં હતો કે નહીં.
પ્રારંભિક અહેવાલો અનુસાર, ડ્રાઇવર ટ્રાફિક સિગ્નલ પર બ્રેક લગાવવામાં અસમર્થ હતો, ડીસીપીએ જણાવ્યું હતું. અમે કારણની તપાસ કરી રહ્યા છીએ. અધિકારીઓએ વાહનની યાંત્રિક તપાસ અને ડ્રાઇવરનો ટોક્સિકોલોજિકલ ટેસ્ટ સહિત વ્યાપક તપાસ શરૂ કરી છે. પ્રાદેશિક પરિવહન કાર્યાલય બસની વિગતવાર તપાસ કરી રહ્યું છે. મૃતકોની ઓળખ રાજુ ગીડા, સંગીતા નેપાળી, કિરણ કક્કર અને ચિન્મય ભટ્ટ તરીકે થઈ છે. ઘાયલોમાં સૂરજ રાવલ, વિશાલ મકવાણા અને વિરાજબા ખાચરનો સમાવેશ થાય છે.એવું કહેવાય છે કે ગુસ્સે ભરાયેલા ટોળાએ બસ ડ્રાઇવર શિશુપાલ સિંહ રાણાને માર માર્યો હતો, જેના કારણે તે ઘાયલ થયો હતો. બાદમાં તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ટોળાએ બસમાં પણ તોડફોડ કરી હતી. રાજકોટમાં સિટી બસ અને ઇછઝજ સેવાઓ ચલાવતી રાજકોટ રાજપથ લિમિટેડના જનરલ મેનેજર પરેશ અઢિયાએ જણાવ્યું હતું કે, “કંડક્ટરના નિવેદન મુજબ, બ્રેક ફેલ થઈ ગઈ હતી અને ડ્રાઈવર બસને કાબૂમાં રાખી શક્યો ન હતો. પોલીસે વાહન જપ્ત કરી લીધું છે.
કાયદાકીય પગલા લેવાની કરાઈ જાહેરાત
આ પ્રકારની જ્યારે દુર્ઘટના ઘટે તે સમયે તંત્ર એક જ વસ્તુ હર હંમેશ બોલતું હોય છે કે આ ઘટના ઉપર જે કોઈ જવાબદાર હશે તેના પર કાયદાકીય પગલા લેવામાં આવશે પરંતુ વાસ્તવિકતા તો એ છે કે એ વાત કહેવાની નથી. ખરા અર્થમાં કરવાની છે આજે અગ્નિકાંડ જેવી આટલી મોટી દુર્ઘટના ઘટી તેમાં કોના પર તપાસ નિષ્પક્ષ રીતે કરવામાં આવી તે લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે એટલું જ નહીં મુદ્દો જ જાણે ડાયવર્ટ કરી દેવામાં આવ્યો હોય તેવું પણ લોકો કહી રહ્યા છે ત્યારે ગઈકાલે ઘટેલી દુર્ઘટનામાં ખરી વાસ્તવિકતા શું હતી તેના પર યોગ્ય પ્રકાશ પાડવામાં આવે તે ખૂબ જરૂરી છે નહીંતર મૃતકોની આત્મા કહેશે કે અમારો શું હતો વાંક
બ્રેક ફેલ થતાં દુર્ઘટના ઘટી : અઢિયા
રાજકોટ રાજપથના જનરલ મેનેજર અઢિયાએ જે નિવેદન આપ્યું તે પણ અત્યંત ચોંકાવનારું છે જેમાં તેઓએ જણાવ્યું કે જ્યારે પ્રાથમિક તપાસ કરવામાં આવી તો બસના કંડકટર દ્વારા કહેવામાં આવ્યું હતું કે બ્રેક ફેલ થઈ ગઈ પરંતુ જો ખરેખર તે વાત સાચી હોત તો બસ આટલા લોકો ને જે અડફેટે લીધા તે ન હોત અને બસ ક્યાંય નહીં ક્યાંય આગળ ચાલી ગઈ હોત પરંતુ એ વાત હજુ સુધી તંત્ર દ્વારા કબૂલવામાં આવી નથી કે બસ ચાલકની ગંભીર ભૂલના કારણે આ દુર્ઘટના ઘટી છે અને ચાર માસુમ હોય પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે ખરા અર્થમાં બસ ચાલક ઉપર કાયદાકીય પગલા નિષ્પક્ષ રીતે લેવામાં આવે તે જ જરૂરી છે અને તેવી માંગ પણ લોકો કરી રહ્યા છે.
એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરવા તંત્રની વાત
હાલ જે ઘટના ઘટી તેમાં મહાનગરપાલિકા જાણે છેડો ફાડી દેવો હોય તેવી વાતો કરી રહી છે અને તે પ્રકારના નિવેદનો કરી રહી છે તેમાં તંત્રના સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ મનપા એજન્સી નો કોન્ટ્રાક્ટ રદ કરવાની વાત કરે છે પરંતુ સત્ય હકીકત તો એ છે કે શું આ પગલાં ભરવાથી જે આરોપીઓ છે જે દોષિતો છે તેને સજા મળશે કે કેમ માત્ર કોન્ટ્રાક્ટ રદ કરવાથી મૃતકો ની આત્મા શાંત નહીં થાય એટલું જ નહીં જો કોઈ પણ પ્રકારના નક્કર પગલા લેવામાં નહીં આવે તો જેસે થે વેસે જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે જે અયોગ્ય છે. મૃતકોની સાથે ઇજાગ્રસ્તોનો શું વાંક.
કેવી રીતે સર્જાયો હતો અકસ્માત?
રાજકોટના ઈન્દિરા સર્કલ પાસે બેફામ ગતિએ બસ દોડાવી રહેલા સિટી બસ ચાલકે અનેક વાહનો અને 6 લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 4 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે સુરેશ ધર્મેશભાઈ રાવલ,વિશાલ મકવાણા, વિરાજબા ખાચર, અને બસ-ચાલક શિશુપાલસિંહ રાણાને ગંભીર ઇજા પહોંચતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં કિરણબેન કક્કડ, ચિન્મયભાઇ, સંગીતાબેન બેલ બહાદુર નેપાળી, (ઉંમર 40) જે બ્યૂટી પાર્લરમાં નોકરી કરે છે અને રાજુભાઈ મનુભાઇ ગીડા (ઉંમર 35) જેઓ રાજકોટ મહાનગરપાલિકામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે તેમનો સમાવેશ થાય છે. અકસ્માતની દુર્ઘટનામાં મૃત્યું પામેલા લોકોના પરિવારજનોને 15 લાખ અને ઇજાગ્રસ્તોને 2 લાખની સહાય આપવાની રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જોકે અકસ્માતની ઘટના બાદ લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને લોકોએ કાયદાને હાથમાં લેતાં બસમાં તોડફોડ મચાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. હાલમાં પોલીસને જાણ કરવામાં આવતા ઘટનાસ્થળે કાફલો દોડી આવ્યો અને લાઠીચાર્જ કરીને લોકોના ટોળાને વિખેર્યું હતું.
બસ ચાલકનું લાયસન્સ પણ થઈ ગયું હતું એક્સપાયર
આતો મનપાની કેવી કમનસીબી કહેવાય કે જે બસ ચાલક દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો તેનું લાઇસન્સ પણ એક્સપાયર થઈ ચૂક્યું છે. છતાં આ અંગે મનપા તંત્રને કોઈપણ પ્રકારની જાણ ન હોવાની જે વાત કહેવામાં આવી રહી છે તે પણ સંપૂર્ણ પણે પાયાવિહોણી છે. ખરા અર્થમાં તો કાયદાકીય પગલાં આ બસ ચાલક સામે લેવા જોઈએ અને એ જવાબદાર અધિકારીને પણ બક્ષવામાં આવો ન જોઈએ કે જે નિયમિત તપાસ કરતા હોય છતાં આંખ આડા કાન કરવામાં આવે. ત્યારે લોકો પૂછી રહ્યા છે કે જે ચાર લોકોનો જીવનદીપ બુઝાયો તેની પાછળ આ જવાબદાર બસ ચાલક વિરોધ કયા પ્રકારના પગલા લેવામાં આવશે કે પછી આ મુદ્દાને ઢાંકી દેવામાં આવશે ? આ અંગે રાજકોટ શહેર પોલીસના ડીસીપી ઝોન ટુ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે હાલ બસ ચાલકના લોહીના સેમ્પલ લેવામાં આવ્યા છે જેના રિપોર્ટ આવ્યા બાદ માલુમ પડશે કે તે નશાની હાલતમાં હતો કે કેમ પરંતુ બ્રેથએનેલાઇસરના માધ્યમથી માલુમ પડ્યું કે તે નશાની હાલતમાં ન હતો. એટલું જ નહીં સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ હાલ ગુનો પણ નોંધવામાં આવ્યો છે.
