ફેસ્ટીવલ સિઝનમાં આ રીતે ટ્રાય કરો ટ્રેન્ડી ‘નો મેકઅપ લુક’ !

0
172

હવે ફેસ્ટીવલ સીઝન શરુ થઇ રહી છે. અમુક લોકો તેના સારા લૂક માટે અવનવા પેતરાઓ આજ્માંવતા રહેતા હોઈ છે.પરંતુ આવા અવનવા પેતરાઓમાં તેઓ ભદ્દા લૂકમાં જોવા મળે છે. પણ એનું એક સોલ્યુશન પણ છે આજનો ટ્રેન્ડી નો મેકઅપ લૂક ખુબજ લોકપ્રિય છે. સેલેબ્રીટીઓ આજ લૂક માં જોવા મળે છે.
એક સમય હતો જ્યારે દરેક ઉંમરની મહિલા હેવી મેકઅપ કરવાનું પસંદ કરતી હતી. ડાર્ક આઈલાઈનર, ડાર્ક લિપસ્ટિક અને હેવી ફાઉન્ડેશન તો દરેક મહિલાની પહેલી પસંદ હતી પરંતુ હવે જેમ-જેમ સમય બદલાઈ રહ્યો છે, તેમ-તેમ મહિલાઓની પસંદ પણ બદલાતી જઈ રહી છે. હવે મહિલાઓ હેવી મેકઅપના સ્થાને નો મેકઅપ લુકને કેરી કરવાનું વધુ પસંદ કરે છે. નો મેકઅપ લુક કેરી કરવાથી ના માત્ર ચહેરાની સુંદરતા વધે છે. સાથે જ આ દરેક કાર્યક્રમ માટે પરફેક્ટ પણ રહે છે. નો મેકઅપ લુક કેરી કરવાનું પસંદ તો દરેકને હોય છે પરંતુ તેને યોગ્યરીતે કેરી કઈ રીતે કરવાનો છે, આ દરેકને જાણ હોતી નથી.તો, આવો જાણીએ નો મેકઅપ લૂક માટે શું કરવું જોઈએ.
-જો તમે નો મેકઅપ લુક કેરી કરવાનું વિચારી રહ્યા હોવ તો ફાઉન્ડેશન લગાવવાનું ટાળો. ફાઉન્ડેશન લગાવ્યા બાદ તેની મોટી લેયર અલગથી દેખાય છે, જે તમારા નો મેકઅપ લુકને ખરાબ કરી શકે છે.
-ફાઉન્ડેશનના બદલે તમે કન્સીલરનો ઉપયોગ કરી શકો છો. તેના ઉપયોગથી તમારા ચહેરાના દાગ છુપાઈ જશે અને ખબર પણ નહીં પડે કે તમારા ચહેરા પર કંઈ લગાવ્યુ છે.
-પ્રાઈમર જરૂર લગાવો
-નો મેકઅપ લુકમાં પણ પ્રાઈમર ખૂબ જરૂરી હોય છે. પ્રાઈમર લગાવવાથી સ્કિન ગ્લો કરે છે. આને લગાવતી વખતે ધ્યાન રાખો કે તેની લેયર વધુ જાડી ન થઈ જાય.
-ગાલ પર સામાન્ય બ્લશ લગાવો
-તમારા નો મેકઅપ લુકને કમ્પલીટ કરવા માટે લાઈટ કલરનું બ્લશ લગાવો. ધ્યાન રાખો કે તેનું પ્રમાણ વધુ ન હોય. નો મેકઅપ લુકમાં લાઈટ બ્લશ પરફેક્ટ રહે છે.
-કાજલ છે જરૂરી
-જો તમે નો મેકઅપ લુકમાં કાજલ લગાવશો તો તેનાથી તમારી આંખોની સુંદરતા ખૂબ વધી જશે. નહીંતર આંખો સોજાયેલી દેખાશે.
-નો મેકઅપ લુકમાં લિપસ્ટિક મહત્વની ભૂમિકા હોય છે. તમે લિપસ્ટિકમાં લાઈટ પિંક રંગનો ઉપયોગ કરી શકો છો.