મોરબીના લાયન્સનગરમાંથી ઘઉં અને ચોખાના શંકાસ્પદ જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

0
157

મોરબી એ ડીવીઝન પોલીસે શનાળા બાયપાસ નજીકથી ઘઉં અને ચોખાના શંકાસ્પદ જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. આધાર પુરાવા ન હોવાથી પોલીસે ચોખાની ૧૭૫ અને ઘઉંની ૧૨૫ બોરીઓ મળી કુલ રૂા.૧૫.૩૪ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.
મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટાફે શનાળા બાયપાસ પાસે લાયન્સનગર આદ્યશક્તિ પ્રોવિઝન સામે ચારબાયું માતાજીના મંદિર પાસે ગેરકાયદે ઘઉં અને ચોખાનું વેચાણ કરતા જેશાભાઈ ગગજીભાઈ વિકાણી, લાલજીભાઈ ઉર્ફે હરેશભાઇ સુરેશભાઈ દેલવાડિયાને ઝડપી લીધા હતા. પોલીસે તપાસ કરતા આ બન્ને શખ્સો પાસે ટ્રક અને બોલેરો કારમાં ધઉ અને ચોખાની બોરીઓ ભરેલી હતી. પણ આ ધઉ અને ચોખાની બોરીઓના આધાર પુરાવા મળ્યા ન હતા. આથી પોલીસે આધાર પુરાવા ન હોવાથી શંકાસ્પદ માલ તરીકે ચોખાની ૧૭૫ અને ઘઉંની ૧૨૫ બોરીઓ મળી કુલ રૂા.૧૫.૩૪ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો અને આ ઘઉં અને ચોખા રેશનિંગના છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે.