વેરાવળ પાસેથી 5.73 લાખના મેફેડ્રોન સાથે બે શખ્સો ઝડપાયા

0
445

રાજકોટ મિરર,
સૌરાષ્ટ્ર ગુજરાતમાં ડ્રગ્સની દાણચોરી બેફામ વધી રહી છે ત્યારે ડ્રગ્સ માફિયાઓ યુવાધનને બરબાદ કરવા માટે મોંત પાયે ડ્રગ્સ ઘુસાડી રહ્યા છે, ત્યારે હજુ તાજેતરમાં જ વડોદરા ખાતે થી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાયા બાદ આજે ગીર સોમનાથ જીલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાને મળેલી ચોકક્કસ બાતમીના આધારે એસ.ઓ.જી અને એલસીબીએ સંયુક્ત ઓપરેશના બહાર પડી પ્રભાસ પતન માંથી એમ.ડી ડ્રગ્સના જથ્થા સાથે 2 શખ્સોની ધરપકડ કરી 5.73 લાખનું મેફેડ્રોન ડ્રગ્સ સાથે 2 શખ્સોની ધરપકડ કરી હતી. જીલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી અને એલસીબીના સ્ટાફે વેરાવળ-જુનાગઢ હાઇવે પર મહાકાલી હોટલ પાસે વોચ ગોઠવી હાઇવે પરથી પસાર થતા સબીર ઇકબાલ પટણી ઉમર 40 અને ઉબેદ ઈરફાન સોરઠીયા ઉમર વર્ષ 26ની અટકાયત કરી એકટીવાની તલાસી લેતા તેમાં રાખેલ રૂ.5.73.500ની કિંમતનું 57.350 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ તેમજ ઇલેક્ટ્રિક વજન કાટો મળી આવતા બંને શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે વેરાવળ અજમેરી સોસાયટીમાં રહેતા સબીર પટણી અને સંજરી પાર્કમાં રહેતા ઉબેદ સોરઠીયા સામે નાર્કોટીક્સ એકત હેઠળ ગુનો નોંધી ડ્રગ્સ અને એકટીવા મળી 6.14 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો, બંને આરોપીઓ એમ.ડી. ડ્રગ્સ ક્યાંથી લાવ્યા અને કોને-કોને આપવાનો હતો તે મુદ્દા પર સઘન પૂછપરછ હાથ ધરી રિમાંડ પર લેવાની કાયવાહી હાથ ધરી છે.આ દરોડાની કાર્યવાહી એસ.ઓ.જી,પી.આઈ એ,બી જાડેજા એલસીબી પીઆઈ એ. એસ. ચાવડા સહિતના સ્ટાફે કરી વિશેષ તપાસ હાથ ધરી છે.