રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આર્મી અને એરફોર્સના બહાદુર જવાનોનું સન્માન કર્યું
નવી દિલ્હી, તા. 14
સ્વતંત્રતા દિવસના પર્વ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આર્મી અને એરફોર્સના બહાદુર જવાનોનું સન્માન કર્યું છે. બે સૈનિકોને શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યા છે. વાયુસેનાના છ જવાનોને વીરતા માટે વાયુ સેના મેડલ એનાયત કરવામાં આવ્યો છે.
સ્વતંત્રતા દિવસના અવસર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વાયુસેનાના બહાદુર સૈનિકોને શૌર્ય ચક્ર અને વાયુ સેના મેડલ (વીરતા)થી સન્માનિત કર્યા છે. રાષ્ટ્રપતિએ વિંગ કમાન્ડર વર્નોન ડેસમન્ડ કીન વીએમને ફ્લાઇંગ (પાયલોટ) શૌર્ય ચક્ર એનાયત કર્યું છે. વિંગ કમાન્ડર જસપ્રીત સિંહ સંધુને વાયુ સેના મેડલ (વીરતા) એનાયત કરવામાં આવ્યો છે.
શૌર્ય ચક્ર અને વાયુ સેના મેડલ (વીરતા) રાષ્ટ્રપતિ દ્વારા ભારતીય સશસ્ત્ર દળોને તેમની બહાદુરી અને સેવાની માન્યતામાં એનાયત કરવામાં આવે છે. આ પુરસ્કારો લશ્કરી જવાનોની બહાદુરી, સમર્પણ અને બલિદાન માટે આપવામાં આવે છે.
શૌર્ય ચક્ર
• વિંગ કમાન્ડર વર્નોન ડેસમન્ડ કીન વીએમ (31215) ફ્લાઇંગ (પાયલટ)
• સ્ક્વોડ્રન લીડર દીપક કુમાર (32754) ફ્લાઇંગ (પાયલોટ)
વાયુ સેના મેડલ (વીરતા)
• વિંગ કમાન્ડર જસપ્રીત સિંહ સંધુ ફ્લાઇંગ (પાયલોટ)
• વિંગ કમાન્ડર આનંદ વિનાયક અગાશે, ફ્લાઈંગ (પાયલોટ)
• સ્ક્વોડ્રન લીડર મહિપાલ સિંહ રાઠોડ, ફ્લાઇંગ (પાયલોટ)
• જુનિયર વોરંટ ઓફિસર (JWO) વિકાસ રાઘવ, IAF (ગરુડ)
વિંગ કમાન્ડર અક્ષય અરુણ મહાલે, ફ્લાઇંગ (પાયલોટ)
• વિંગ કમાન્ડર અક્ષય અરુણ મહાલે, ફ્લાઇંગ (પાયલોટ)
બોક્સ : શૌર્ય ચક્ર શું છે?
શૌર્ય ચક્રને 4 જાન્યુઆરી 1952ના રોજ અશોક ચક્ર શ્રેણી-III તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. બાદમાં 27 જાન્યુઆરી 1967ના રોજ તેનું નામ બદલીને શૌર્ય ચક્ર રાખવામાં આવ્યું. શૌર્ય ચક્ર આર્મી, નેવી અને એર ફોર્સના તમામ રેન્કના અધિકારીઓ, કોઈપણ અનામત દળ, પ્રાદેશિક સૈન્ય અને કોઇપણ અન્ય યોગ્ય રીતે રચાયેલા દળોને આપવામાં આવે છે. શૌર્ય ચક્રમાં એક ચંદ્રક આપવામાં આવે છે. અને 1500 રૂપિયાની રકમ નાણાકીય ભથ્થા તરીકે આપવામાં આવે છે.
બોક્સ : વાયુ સેના મેડલ શું છે?
વાયુ સેના મેડલની સ્થાપના 26 જાન્યુઆરી 1960ના રોજ કરવામાં આવી હતી. આ એવોર્ડ એરમેનની બહાદુરી અને સેવા અથવા ફરજ પ્રત્યેના તેમના સમર્પણ માટે આપવામાં આવે છે. તેમાં 500 રૂપિયાના નાણાકીય ભથ્થા સાથે મેડલ, રિબન અને બારનો સમાવેશ થાય છે.
વાયુ સેના મેડલ રેગ્યુલર એરફોર્સના અધિકારીઓ અને એરમેન અને ઓક્સિલરી એરફોર્સ, એર ડિફેન્સ રિઝર્વ અને રેગ્યુલર રિઝર્વના અધિકારીઓ અને એરમેનને આપવામાં આવે છે. એવિએશન કોર્પોરેશનમાં પાઇલટ તરીકે સેવા આપતા લશ્કરી અધિકારીઓને પણ આ મેડલ એનાયત કરવામાં આવે છે.