સુપર સ્ટાર કમલ હાસનનું ગોલ્ડન વિઝા આપીને સન્માન કરતી UAE સરકાર 

0
12242

સુપર સ્ટાર કમલ હાસનનું ગોલ્ડન વિઝા આપીને સન્માન કરતી UAE સરકાર 

ચાર વર્ષના અંતરાલ બાદ ‘વિક્રમ’માં શાનદાર કમબેક કરી જોરદાર કમાણી કરનાર સાઉથ અને બોલિવુડમાં પણ લોકપ્રિયતા મેળવનાર સુપર સ્ટાર કમલ હાસનનું યુએઈ સરકારે ગોલ્ડન વિઝા આપીને સન્માન કર્યું છે. 120 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે અત્યાર સુધીમાં 400 કરોડ કરતા વધુ કમાણી કરી છે. અને હજુ પણ સિનેમા હોલમાં ચાલી રહી છે. હાલમાં પોતાની ફિલ્મને પ્રમોટ કરવા દુબઈ પહોંચેલા કમલ હાસનનું ગોલ્ડન વિઝાથી સન્માન કરાયું હતું. તેમણે આ અંગે સોશિયલ એકાઉન્ટમાં પોસ્ટ શેર કરીને લખ્યું છે- હું સંયુકત અરબ અમીરાત પાસે ગોલ્ડન વિઝાન મેળવીને સન્માનિત અનુભવું છું. દુબઈના જનરલ ડાયરેકટરેટ ઓફ રેસીડેન્સી એન્ડ ફોરેનર્સ અફેર્સ ઓફિસની મુલાકાત માટે જીડીઆરએફએના મહા નિર્દેશક લેફટીનન્ટ જનરલ મોહમ્મદ અહમદ અલ મર્રીનો આભાર. ઉલ્લેખનીય છે કે કમલ હાસન પહેલા આ સન્માન સોનુ સૂદ, પહલે નાસીર, મામુટી, મોહનલાલ, અમલા પોલ, શાહરુખ ખાન વગેરેને મળ્યું છે. ગોલ્ડન વિઝાનો ફાયદો એ છે કે તેમાં લાંબા ગાળાના નિવાસની છૂટ છે. જેનો સમય ગાળો 5થી 10 વર્ષ બાદ ઓટોમેટિક રિન્યુ થઈ જાય છે.