હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગુજરાતના 7 જિલ્લામાં 7 ઐતિહાસિક સ્થળોએ તિરંગા લહેરાશે:પોરબંદરના કીર્તિ મંદિરનો પણ સમાવેશ

0
1430

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગુજરાતના 7 જિલ્લામાં 7 ઐતિહાસિક સ્થળોએ તિરંગા લહેરાશે:પોરબંદરના કીર્તિ મંદિરનો પણ સમાવેશ

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગુજરાતના 7 જિલ્લામાં 7 ઐતિહાસિક સ્થળોએ કાર્યક્રમો યોજાશે ઉલ્લેખનીય છે કે સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન સાક્ષી રહેલા સ્થળોએ ઉજવણી કરવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.ઉપરાંત રાજ્યમાં એક કરોડ તિરંગા ફરકાવીને મહોત્સવની ઉજવણી કરવામાં આવશે દેશના નાગરિકો રાષ્ટ્રપ્રેમના રંગે રંગાય અને તેની ઉજવણી કરે તે હેતુથી કેન્દ્ર સરકારે હર ઘર તિરંગા અભિયાન જાહેર કર્યું છે.તો બીજી તરફ આઝાદી કા અમૃત મહોત્સવ પણ ચાલી રહ્યો છે. ત્યારે આ અભિયાન મારફતે નાગરિકો તેમના ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવીને આ ઉજવણીમાં સામેલ કરવામાં આવશે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ મહોત્સવની ઉજવણી માટે પૂરતી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે રાજ્યમાં સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન મહત્વપૂર્ણ ભૂમિકાઓના સાક્ષી રહેલા 7 ઐતિહાસિક સ્થળોએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવાનો નિર્ણય સરકારે કર્યો છે.જેમાં ભાવનગર સુરત અમદાવાદનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં સ્વતંત્રતા સંગ્રામ સાથે સંકળાયેલા જાણીતા સ્થળો પૈકી નિર્ધારિત થયેલા સ્થળોએ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. ઉપરાંત કિર્તી મંદિર, પોરબંદરમાં પણ આ કાર્યક્રમ યોજવામાં આવશે.

તો બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા (રાજપીપળા) ભારતીય રાજનીતિજ્ઞ અને સ્વતંત્રતા સંગ્રામના સક્રિય સહભાગી વલ્લભભાઈ પટેલ, સરદાર પટેલ તરીકે લોકપ્રિય છે. ત્યારે આ સ્થળની પસંદગી કરવામાં આવી છે. ઉપરાંત દાંડી યાત્રાના પદયાત્રીઓનું સ્મારક, નવસારી છે,જ્યાં દાંડી સ્થિત રાષ્ટ્રીય મીઠા સ્મારક એ મહાત્મા ગાંધીને સમર્પિત સ્મારકો પૈકીનું એક વિશિષ્ટ સ્મારક છે. અને સાતમું ઐતિહાસિક સ્થળ શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક, કચ્છ છે.જ્યાં શ્યામજી કૃષ્ણ વર્મા એ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઈતિહાસમાં મોખરાના સેનાનીઓ પૈકી એક છે.આ મહત્વના ઐતિહાસિક સ્થળો ઉપર આ કાર્યક્રમ યોજવાનું સરકારે નક્કી કર્યું છે.