કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારકાની મુલાકાતે:દ્વારકાધીશ મંદિરમાં પૂજા-અર્ચના કરી શીશ ઝુકાવ્યું

0
15825

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારકાની મુલાકાતે:દ્વારકાધીશ મંદિરમાં પૂજા-અર્ચના કરી શીશ ઝુકાવ્યું

આજે સૌરાષ્ટ્રની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત સાહે જામનગરથી સીધા દ્વારકા પહોંચ્યા હતા અને અહીં દ્વારકાધીશ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી તથા શીશ ઝુકાવ્યું હતું. ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહનું આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગમન થતાં દ્વારકાના હેલીપેડ ખાતે અધિકારીઓ-પદાધિકારીઓએ તેમનું ઉષ્માભર્યુ સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક, ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડનાં ચેરમેન મુળુભાઈ બેરા, જિલ્લા પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી, નગરપાલિકાના પ્રમુખ જ્યોતિબેન સામાણી, જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલ, સંદીપસિંહ માણેક, મયુરભાઈ ગઢવી, યુવરાજસિંહ વાડેરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સ્વાગત કર્યું હતું. બીએસએફનાં વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત અહીંના જિલ્લા કલેક્ટર એમ.એ. પંડ્યા, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય સહિતના અધિકારીઓએ પણ કેન્દ્રીય ગૃહમંત્રીને આવકાર્યા હતા.