અમેરીકી પ્રમુખ બાઈડન ફરી વખત સ્ટેજ પર પડી ગયા : કોઈ ઈજા નથી

0
1814

અમેરીકાનાં કોલોરાડોમાં એરફોર્સ એકેડેમીની ગ્રેજયુએશન સેરેમનીમાં અમેરીકી પ્રમુખ જો બાઈડન ફસડાઈ પડયાનો બનાવ બન્યો હતો. જોકે તેઓને કોઈ ક્ષતિ કે ઈજા ન થયાનું વ્હાઈટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવ્યુ છે. અમેરીકી પ્રમુખ બાઈડેન ગ્રેજયુએટ યુવાનો સાથે હાથ મીલાવીને પોતાની સીટ પર પરત આવી રહ્યા હતા.

ત્યારે એકાએક સંતુલન ગુમાવ્યુ હતું અને સ્ટેજ પર જ પડી ગયા હતા. તુર્ત એરફોર્સ ઓફીસર અને સુરક્ષા ગાર્ડ મદદે આવી ગયા હતા. અમેરીકી ઈતિહાસનાં સૌથી વૃદ્ધ પ્રમુખ બાઈડન જોકે તૂર્ત જ ઉભા થઈ ગયા હતા અને સમગ્ર સમારોહમાં હાજર રહ્યા હતા. વ્હાઈટ હાઉસ દ્વારા ટવીટર પર એમ જાહેર કરાયું હતું કે બાઈડન એકદમ સ્વસ્થ છે.કોઈ ઈજા થઈ નથી સ્ટેજ પર માટી ભરેલી બેગ સાથે પગ ફસાતા સંતુલન ગુમાવ્યુ હતું. ટેલી પ્રમોટર ગોઠવવા માટે આ બેગ રાખવામાં આવી હતી.