વિ.હિ.પ. દ્વારા જન્માષ્ટમી મહોત્સવ નિમિતે રથયાત્રામાં “શિવ કહો, કે કહો શ્રી યશોદાનંદ, આઝાદીનો રંગ કાનુડાને સંગ”ના સુત્રની જાહેરાત

0
409

વિ.હિ.પ. દ્વારા જન્માષ્ટમી મહોત્સવ નિમિતે રથયાત્રામાં “શિવ કહો, કે કહો શ્રી યશોદાનંદ, આઝાદીનો રંગ કાનુડાને સંગ”ના સુત્રની જાહેરાત

વિ.હિ.પ. દ્વારા જન્માષ્ટમી મહોત્સવ નિમિતે શોભાયાત્રા તથા અન્ય કાર્યક્રમોની વણઝાર યોજવામાં આવે છે. આ અંતર્ગત ચાલુ 36માં વર્ષે પણ ભવ્યાતિભવ્ય રીતે ભગવાન શ્રીકૃષ્ણના જન્મ મહોત્સવને ઉજવવામાં આવશે. કાર્યક્રમની પૂર્વ તૈયારી રૂપે તથા માહોલને કૃષ્ણમય બનાવવા માટે તાજેતરમાં વિશ્વ હિન્દુ પરીષદ શ્રી જન્માષ્ટમી મહોત્સવ સમિતિ કાર્યાલય ખાતે શ્રી જન્માષ્ટમી મહોત્સવ સમિતિ-2022 ની સમિતિ તથા યુવક મંડળો, લત્તા મંડળો વિ. ના પ્રતિનિધીઓ કાર્યકરોની એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તકે વિ.હી.પ. પદાધિકારીઓ હાજર રહયાં હતાં. શોભાયાત્રામાં દર વખતે એક નવા જ સૂત્રની જાહેરાત અને એક થીમની જાહેરાત કરવામાં આવે છે અને આ થીમ પર શોભાયાત્રાના મુખ્ય રથની કૃતિ બનાવવામાં આવે છે. તે વિષય આધારીત રથને શોભાયાત્રામાં સૌપ્રથમ સ્થાન આપવામાં આવે છે.આ વખતે જન્માષ્ટમી મહોત્સવની થીમ તથા સૂત્રની ઘોષણા જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા કરવામાં આવી હતી.

જેમાં આ વર્ષે શિવ કહો, કે કહો શ્રી યશોદાનંદ, આઝાદી નો રંગ કાનુડાને સંગ ના સુત્રની જાહેરાત પ.પૂ. મહંતશ્રી નરેન્દ્રબાપુ તથા અગ્રણીઓની હાજરીમાં કરવામાં આવી હતી તથા આ વર્ષની યશોદા માતા, બાલકૃષ્ણ, ભારત માતા તથા આઝાદીના લડવૈયાઓની થીમ જાહેર કરવામાં આવેલ હતું. આ તકે રાજકોટના અલગ-અલગ વિસ્તારના યુવક મંડળો, યુવા ગ્રુપ, સોશ્યલ ગ્રુપો, અનેકવિધ સંસ્થા, જ્ઞાતિના હોદેદારો, કાર્યકરો, અગ્રણીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયાં હતાં