વડોદરા: જંતુનાશક દવા ખાતરનું વેચાણ કરતા સંચાલકને ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સાદી કેદ સાથે વળતર પેટે ૪.૪૨ લાખ ચૂકવવા હુકમ

0
399

કંપનીમાંથી વેચાણ અર્થે ઉધાર મટીરીયલ મેળવ્યા બાદ તે રકમ પરત અંગેના ચેક રિટર્ન કેસમાં અદાલતે ફરિયાદ પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને એક વર્ષની સાદી કેદ સાથે વળતર પેટે ૪.૪૨ લાખ ચૂકવવા તેમજ આરોપી ચુકાદાના સમયે કોર્ટમાં હાજર ન હોય બિનજામીન લાયક વોરંટ ઇસ્યુ કરવાનો હુકમ કર્યો છે.
ફરિયાદી વિઝન ક્રોપ કેર પેઢી વતી માંજલપુરના રહેવાસી ભાગીદાર દિવ્યાંગકુમાર પ્રવીણભાઈ પટેલ સીડઝ એન્ડ પેસ્ટીસાઇડઝનું ઉત્પાદન તથા વેચાણ કરે છે. આરોપી એગ્રી બિઝનેસ સેન્ટરના પ્રોપરાઇટર કેયુર પટેલ (રહે-લીંબાસી, માલવાડ ચોકડી, ખેડા) સીડઝ એન્ડ પેસ્ટીસાઇડઝનું વેચાણ કરે છે. વર્ષ ૨૦૧૮ દરમિયાન આરોપીએ ફરિયાદી પાસેથી ૪.૪૨ લાખ ઉપરાંતનું સીડઝ એન્ડ પેસ્ટીસાઇડઝનું મટીરીયલ ઉધાર પેટે લીધું હતું. જે પેટેનો ચેક રિટર્ન થતા ફરિયાદીએ આરોપી વિરુદ્ધ ધી નેગોસિબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ મુજબ કેસ કર્યો હતો. બંને પક્ષોની દલીલો અને પુરાવાની ચકાસણી બાદ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કાર્તિક મનુભાઈ આહીરએ નોંધ્યું હતું કે, આરોપીએ ખંડનાત્મક પુરાવો સમક્ષ રજૂ કર્યો નથી. ચેક આરોપીએ ફરિયાદીને કાયદેસરના લેણા પેટે આપેલ હોવાનું જણાય છે. આરોપી તેનું ખંડન મૌખિક કે દસ્તાવેજી પુરાવાથી કરવામાં નિષ્ફળ નિવડેલ છે. પ્રવર્તમાન સમયમાં દેશના આર્થિક વ્યવહારોમાં નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ મહત્વનું સ્થાન ધરાવે છે. આર્થિક વ્યવહાર કોઈપણ દેશની અર્થવ્યવસ્થા માટે જીવનરેખા સમાન છે.