વડોદરા: ચોરીઓના બનાવમાં છેલ્લા ત્રણ વર્ષથી વોન્ટેડ કાઠીયાવાડી શેખને પોલીસે ઝડપી પાડ્યો

0
275

વડોદરા તેમજ અન્ય સ્થળોએ ચોરીઓ કરનાર ચોરને પોલીસે ગોરવા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો.
ગોરવાની જય નારાયણ સોસાયટી વિસ્તારમાં પોલીસે વોચ રાખી ચોરીઓના બનાવમાં છેલ્લા ત્રણ વર્ષથી વોન્ટેડ એવા સરફરાજ ઉર્ફે કાઠીયાવાડી શેખને ઝડપી પાડ્યો હતો.
માંજલપુર વિસ્તારમાં ચોરીના બનેલા બે બનાવમાં સરફરાજની સંડોવણી હોવાની વિગતો બહાર આવી હતી. જ્યારે મહેસાણાના વિજાપુર ખાતે બનેલા ચોરીના બનાવવામાં પણ સરફરાજનો હાથ હોવાની માહિતી પોલીસને પ્રાપ્ત થઈ છે.ગોરવા પોલીસે સરફરાજ શેખ (રહે. ગેની પ્લોટ, વેજલપુર રોડ, ગોધરા)ને માંજલપુર પોલીસને સોંપવાની તજવીજ કરી હતી.