વલસાડ:રેલ્વે લાઈન પાસેના કોપરની ચોરી કરવા આવેલ ઈસમોને મરાયો ઢોરમાર

0
222

વલસાડ જિલ્લા ના ઉમરગામ તાલુકામાં ગઈકાલ મોડી રાત્રે એક હત્યાનો બનાવ બહાર આવતાં જ સનસની મચી જવા પામી હતી. રાતના અંધકાર માં એક ઈસમની હત્યા થઈ ગઈ તો અન્ય એક ઈસમ પર હીચકારો હુમલો કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં આ હુમલામાં બચી ગયેલ લક્ષ્મણ માછી નામના ઈસમે અજાણ્યા ઈસમો એ તેના પર લૂંટ ના ઇરાદે હુમલો કર્યો હોવાનું નિવેદન આપ્યું હતું. જોકે વલસાડ પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતા જે ચોંકાવનારા ખુલાસા થયા છે.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ વિસ્તારમાં આવેલ ધીમસા કાકરીયા વિસ્તારમાં મોડી રાત્રે એક હત્યાનો બનાવ બન્યો હતો. સાથે એક વ્યક્તિ પર લૂંટનો પણ બનાવ બન્યો હતો. એક સાથે એક જ રાતમાં બે બનાવ બનતા ઉમરગામ પોલીસ દોડતી થઈ ગઈ હતી. પ્રાથમિક રીતે જાણવા મળ્યું હતું કે ઉમરગામના સંજાણ રોડ પર રહેતા ઝાકીર શેખની કોઈ અજાણ્યા લોકોએ હત્યા કરી હતી. તો ભંગારનો ધંધો કરતો ઝાકીરના ગોડાઉનને પણ કોઈ અજાણ્યા ઈસમોએ આગ લગાવી હતી. તેમજ લક્ષ્મણ માછી નામના વ્યક્તિ હીચકારો હુમલો કરી તેની સાથે લૂંટ કરવામાં આવેલી હતી.
વલસાડ સિવિલ હોસ્પિટલના બીછાને રહેલો લક્ષ્મણ પોતાને નિર્દોષ ગણાવી રહ્યો હતો. પરંતુ જ્યારે વલસાડ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે બહાર આવ્યું છે કે લક્ષ્મણ અને તેનો શેઠ ઝાકીર શેખ મધરાતે ચોરી કરવા નીકળ્યા હતા. ઉમરગામ પંથકમાં રેલવે નું કામ ચાલી રહ્યું છે અને છેલ્લા ઘણા સમયથી રેલવેમાં વપરાતા કોપર ચોરીની ઘટનામાં ભારે ઉછાળો આવ્યો હતો. જેને લઇને કોન્ટ્રાક્ટર સુધાકર ભારે ગુસ્સામાં હતો અને તેણે આ ચોરી કોણ કરી રહ્યું છે તે જાણવા માટે માણસો ગોઠવેલા હતા. ત્યારે મધરાતે લક્ષમણ અને જાહેર શેખ ઝાકીર શેખ કોપરની ચોરી કરવા આવ્યા હતા. ત્યારે અચાનક જ કોન્ટ્રાક્ટર અને તેના માણસોએ આ બંને ઈસમો ઉપર હીચકારો હુમલો કર્યો હતો .જે કોપરના વાયરોની ચોરી કરવા આવ્યા હતા તે જ કોપરના વાયરો વડે આ બંને ઈસમો પર તૂટી પડ્યા હતા. આ હુમલામાં લક્ષ્મણનો જીવ બચી ગયો છે અને જાહેર શેખ જહીર શેખ નું મોત થયું છે.
વલસાડ પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે ઘણા લાંબા સમયથી વલસાડ જિલ્લામાં રેલવે કોન્ટ્રાક્ટરના કોપર વાયરની ચોરી થતી હતી.. જેને લઈને ભૂતકાળમાં કેટલાક આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. જોકે આ કિસ્સામાં કોન્ટ્રાક્ટર અને તેના માણસોએ કાયદો હાથમાં લીધો છે. ઝાકીર શેખ અને લક્ષ્મણ માછીને ઢોર મારવામાં આવ્યો હતો અને ગોડાઉનમાં તપાસ કરવા આવેલા કોન્ટ્રાક્ટર સુધાકર અને તેના માણસોએ ગુસ્સામાં આવીને ઝાકીર શેખના ગોડાઉનમાં આગ ચંપી કરી હતી. હાલે ઉમરગામ પોલીસે આરોપી કોન્ટ્રાક્ટર સુધાકર પર હત્યા અને રાયોટિકનો ગુનો દાખલ કર્યો છે.