વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હવે ભગવા રંગની હશે

0
572

રેલવેએ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો રંગ બદલ્યો છે. હવેથી ટ્રેન સફેદ અને વાદળીને બદલે કેસરી રંગની હશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે નવો રંગ તિરંગાથી પ્રેરિત છે.આ ઉપરાંત સુવિધા માટે વંદે ભારત ટ્રેનમાં 25 નાના ફેરફારો પણ કરવામાં આવ્યા છે. આ માટે મુસાફરો અને નિષ્ણાતોએ સૂચનો આપ્યાં હતાં.

હાલમાં દેશભરમાં 25 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો દોડી રહી છે. 2 ટ્રેનોને રિઝર્વ રાખવામાં આવી છે. 28મી ટ્રેનને ટ્રાયલ ધોરણે કેસરી રંગવામાં આવી છે.આ ટ્રેનને હાલમાં ચેન્નાઈની ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાં રાખવામાં આવી છે. તમામ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો આ ફેક્ટરીમાં બને છે.અશ્વિની વૈષ્ણવે શનિવારે ફેક્ટરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે દક્ષિણ રેલવેના સુરક્ષા પગલાંની પણ સમીક્ષા કરી હતી.

રેલવે મંત્રીએ કહ્યું કે આ મેક ઈન ઈન્ડિયાનો કોન્સેપ્ટ છે. તે આપણા દેશના એન્જિનિયરો અને ટેક્નિશિયન દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે.અમે ફિલ્ડ એકમો તરફથી મળેલા પ્રતિસાદ અનુસાર વંદે ભારત ટ્રેનોમાં ફેરફારો કર્યા છે.અશ્વિની વૈષ્ણવે શનિવારે નવા સેફ્ટી ફીચર ‘એન્ટિ ક્લાઈમ્બિંગ ડિવાઈસ’નું પણ નિરીક્ષણ કર્યું હતું.તેમણે કહ્યું કે આ સ્ટાન્ડર્ડ ફિચર્સ તમામ વંદે ભારત અને અન્ય ટ્રેનોમાં પણ રહેશે.