વેરાવળ : મિત્રનાં બદલે પરીક્ષા આપતો વિદ્યાર્થી રંગેહાથ ઝડપાતા ગુનો દાખલ

0
189

વેરાવળની આદિત્ય બીરલા સ્કૂલમાં ગઈકાલે ગુજરાત બોર્ડની ડીપ્લોમાં ઈન એલીમેન્ટરી એજયુકેશનની પરીક્ષામાં ડમી વિદ્યાર્થી ઝડપાતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
વિગત પ્રમાણે વેરાવળની બીરલા સ્કૂલમાં ગઈકાલે ડીઈએલડી પરીક્ષાનું કેન્દ્ર ફાળવાયું હતું અને બપોરે ર વાગ્યે પરીક્ષા ચાલુ થઈ હતી. આ દરમિયાન સુપરવાઈઝર દ્વારા શંકાનાં આધારે એક પરીક્ષાર્થીની પુછતાછ કરીને ઓળખ કાર્ડ માંગતા ડમી હોવાનો ભાંડો ફૂટયો હતો. જેમાં સાચા પરીક્ષાર્થી મિત્ર ગરીબા અમર મો. ફારૂક (રહે. માંગરોળ)નાં બદલે પોતે મોમીન અબ્બાસ ઈબ્રાહિમ (રહે. મૂળ વંથલી, હાલ માંગરોળ) પરીક્ષા આપવા આવ્યો હોવાનું ખુલતા વેરાવળ પોલીસ સ્ટેશને લઈ જઈને બન્ને વિરૂધ્ધ વાઈસ પ્રિન્સિપાલ રામકૃષ્ણ મોહને ફરિયાદ નોંધાવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.