વેસુના કાપડવેપારીને હનીટ્રેપમાં ફસાવી ટોળકીએ ૫૦ લાખ પડાવ્યા ;મહિલા સહિત ૬ સામે ગુનો દાખલ

0
755

વેસુના કાપડવેપારીને હનીટ્રેપમાં ફસાવી ટોળકીએ ૫૦ લાખ પડાવ્યા હતા. ઉપરથી ‘અઠવા પોલીસ સ્ટેશનમાંથી અભેસિંહ પરમાર બોલુ છું’ કહી બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી વધુ ૨૦ લાખ માંગતા વેપારીએ તપાસ કરાવતા આ ટોળકીનો ભાંડો ફુટી ગયો હતો. વેપારીએ ફરિયાદ આપતા પોલીસે સૂત્રધાર શિવરાજ લાલુ, નકલી પોલીસ મકવાણા, ૨૦ થી ૨૧ વર્ષની મહિલા સહિત ૬ સામે ગુનો દાખલ કર્યો છે.
નિકુલ પરસોતમ સોલંકી (૨૫) (રહે, ગંગાનગર સોસા, પુણાગામ) અને પિયુષ ઉમેશ વ્હોરા (૨૩) (રહે, અભિનંદન સોસા, ઉતરાણ)ની ધરપકડ કરી છે. વેપારીએ કંટાળીને મિત્રને વાત કરી હતી. મિત્રએ અઠવા પોલીસ સ્ટેશને તપાસ કરાવતા ટોળકીનો ભાંડો ફુટી ગયો હતો. વેપારીને હનીટ્રેપમાં ફસાવવાનો પ્લાન શિવરાજ અને નિકુલે બનાવ્યો હતો. નિકુલ-શિવરાજ અગાઉ પણ હનીટ્રેપમાં પકડાયા હતા. સૂત્રધાર શિવરાજ, યુવતી સહિત ૪ ભાગતા ફરે છે.
વીઆઈપી રોડ રહેતા ૪૮ વર્ષીય વેપારીને શિવરાજે નવેમ્બરમાં વોટસએપ પર એક યુવતીનો ફોટો મોકલી નાનપુરા સંતોક એપાર્ટમેન્ટમાં બોલાવ્યો હતો. વેપારી ફલેટમાં ગયો તો ૫ મિનિટમાં ત્રણેક માણસોએ આવી પોલીસ તરીકે ઓળખ આપી સેક્સ રેકેટ ચાલે કહી કેસ કરવાની ધમકી આપી હતી. બદનામીથી બચવા વેપારીએ ટોળકીને ૧૦ લાખ આપ્યા હતા.
હનીટ્રેપના છ મહિના બાદ વેપારીને ઘરેથી કારમાં બેસાડી દેવાયો હતો. બાદમાં મકવાણાએ ‘યુવતી-તેના પિતા કેસ કરવા આવ્યા છે’ એવું કહેતાં વેપારીએ ઘરેથી ધંધાના ૪૦ લાખ આપ્યા હતા. બે દિવસમાં મકવાણાએ ફરી કોલ કરી કહ્યું કે આ લોકો FIRની જીદ કરે છે કહી વધુ ૨૦ લાખ માંગ્યા હતા.