વિંછીયા પોલીસ સ્ટેશન વિસ્તારના ખારચીયા ગામેથી ઈંગ્લીશ દારૂ જપ્ત વિંછીયા પોલીસ

0
837

વિંછીયા પોલીસ સ્ટેશન વિસ્તારના ખારચીયા ગામેથી ઈંગ્લીશ દારૂ જપ્ત વિંછીયા પોલીસ

 પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠાડની સુચનાથી તેમજ ના.પો.અધિ પી.એ.ઝાલા, ગોંડલ, તેમજ કે.જે.રાણા સર્કલ પો.ઇન્સ.જસદણના માર્ગદર્શન મુજબ પો સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગ રાખી પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા સુચના કરેલ જે અન્વયે પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગ દરમ્યાન પો.હેડકોન્સ. દિલીપભાઇ માલકીયા ખાનગી બાતમી મળેલ કે ખારચીયા ગામમાં પ્રતાપભાઇ વસ્તુભાઇ ખાચરના મકાનની પાછળ આવેલ વંડાના ફરજામાં ઇગ્લીશ દારુ રાખી વેચાણ કરે છે જેવી બાતમી મળતા, બાતમી વાળી જગ્યાએ જઇ પરપ્રાંતીય ભારતીય બનાવટનો અલગ અલગ બ્રાન્ડનો ઇંગલીશ દારૂની કુલ પેટી નંગ- ૧૨૦ તથા બીયર ટીન નંગ ૧૧૮ કુલ મુદામાલ કી.રૂ.૬,૩૩,૫૮૦/-પડકી ઈંગ્લીશ દારૂ નો ગણનાપાત્ર કેશ વિંછીયા પોલીસે શોધી કાઢેલ છે.
જે મુદ્દામાલ પકડાયો હતો તેમાં (૧) પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની પેટીઓ નંગ ૭૩ કંપની શીલ પેક બોટલ નંગ ૮૭૬ જેની કી.રૂ૩,૨૮,૫૦૦, અન્ય પેટીઓ નંગ ૪૭ કંપની શીલ પેક બોટલ નંગ ૫૬૪ જેની કી.રૂ ૨,૯૩,૨૮૦, બીયર ટીન નંગ ૧૧૮ જેની કી.રૂ ૧૧૮૦૦/ સહિત કુલ મુદામાલ કી.રૂ.૬,૩૩,૫૮૦ નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો.
કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારીઓ
 પો.સબ.ઈન્સ આર.કે.ચાવડા, પો.હેડ કોન્સ દિલીપભાઈ અમરાભાઈ માલકીયા, પો.કોન્સ મહેશભાઈ નશાભાઈ કોબીયા, પો.કોન્સ જેન્તીભાઈ સોમાભાઈ ડેરવાળીયા, જીજ્ઞેશભાઈ ભીખુભાઈ કુકડીયા, પો.કોન્સ વિજયભાઈ ભોળાભાઈ રંગપરા કામગીરી કરી રહ્યા છે.