આજે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણીના ભાગ રૂપે વોર્ડ વાઈઝ વિવિધ જાગૃતિના કાર્યક્રમોનું આયોજન

0
314

                                       આજે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણીના ભાગ રૂપે વોર્ડ વાઈઝ વિવિધ જાગૃતિના કાર્યક્રમોનું આયોજન

ડેન્‍ગ્‍યુ રોગ વિશે જાગૃતતા લાવવા તથા ટ્રાન્સમિશન સીઝન શરૂ થાય તે પહેલાં દેશમાં રોગના નિયંત્રણ માટે નિવારક પગલાંને વેગ આપવા ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની ભલામણ સાથે 16 મી મેના રોજ ‘’રાષ્ટ્રીય ડેન્‍ગ્યુ દિવસ’’ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષની થીમ “Dengue is preventable : Let’s join hands” એટલે કે ‘’ચાલો સૌ સાથે મળીએ : ડેન્ગ્યુ અટકાવી શકાય છે.’’ છે.
  ડેન્ગ્યુ એ વાયરસથી થતો રોગ છે. ડેન્ગ્યુ રોગનો ફેલાવો એડીસ મચ્છરના કરડવાથી થાય છે. આ એડીસ મચ્છર કાળા કલરનો સફેદ ટપકાવાળો હોય છે. આ મચ્છર ડેન્ગ્યુના દર્દીને કરડી ચેપી બની એક અઠવાડીયા પછી આ ચેપી મચ્છર સ્વસ્થ માણસને કરડી ચેપ ફેલાવે છે.
ડેન્ગ્‍યુ તાવના લક્ષણો : સખત તાવ આવવાની સાથે આંખોના ડોળાની પાછળ દુખાવો થાય, હાથ અને ચહેરા પર ચકામા પડે, નાક, મોં તેમજ પેઢામાંથી લોહી પડે, ઉલટી-ઉબકા થાય. ઉકત લક્ષણો જણાયે તુરંત ડોકટરનો સં૫ર્ક કરવો, સમયસર સારવાર લેવાથી અને તકેદારી રાખવાથી ડેન્ગ્યુ રોગ થી બચી શકાય છે.
ડેન્ગ્યુ ફેલાવતા એડીસ મચ્‍છર આ૫ણા ઘરમાં તથા ઘરની આસપાસ રહેલ માનવસર્જિત પાત્રોમાં જ ઉત્‍૫ન્‍ન થાય છે. આ મચ્‍છર ચોખ્‍ખા અને બંઘિયાર પાણીમાં ઉત્‍પન્‍ન થાય છે. માનવસર્જીત પાત્રો જેવા કે સિમેન્‍ટની ટાંકી, બેરલ, કેરબા, માટલા, ટાયર, ફ્રિજની પાછળની ટ્રે, ફુલદાની, કુલર, ફુલછોડના કુંડા, ૫ક્ષીકુંજ, ભંગાર, અગાશી, છજજામાં જમા રહેતા પાણીમાં જ આ મચ્‍છર ઇંડા મુકે છે. જેમાંથી ૭-૧ર દિવસમાં પુખ્‍ત મચ્‍છર બને છે. આ મચ્છર ૧૦૦ થી ૩૦૦ મીટર સુઘી જ ઉડી શકતા હોવાથી જયાં ઉત્પન્ન થાય છે. તેની આસપાસ જ રોગ ફેલાવે છે. આ મચ્છર દિવસ દરમ્યાન કરડે છે. આથી રહેણાંક ઉ૫રાંત અભ્યાસ તથા કાર્યસ્થળે ૫ણ જો આ મચ્છરની ઉત્પતિ અટકાવવામાં ન  આવે તો આ રોગ થવાનું પુરે પુરુ જોખમ રહે છે. આથી ડેન્‍ગ્‍યુ ફેલાવતા મચ્‍છરની ઉત્‍૫તિ અટકાવવા લોકોએ આટલુ અવશ્ય કરવું જોઇએ…
(૧)          બિનજરૂરી ડબ્બાડુબ્લી, ટાયર, ભંગારનો યોગ્ય સ્થળે નિકાલ કરીએ.
(૨)          પશુઓને પાણી પીવાની કુંડી, અવેડા દર અઠવાડિયે નિયમિત ખાલી કરી ઘસીને સાફ કરીએ.
(૩)          ફ્રિજની ટ્રે, માટલા, કુલર, ફુલદાની, પક્ષીકુંજ વગેરેનું પાણી નિયમિત ખાલી કરી, ઘસીને સાફ કરીએ.
(૪)         પાણીની સિમેન્ટની ટાંકી, સિન્ટેક્ષાની ટાંકી, બેરલ, કેરબા તથા અન્ય પાણી ભરેલ તમામ પાત્રો હવાચુસ્ત ઢાંકીને રાખીએ. હવાચૂસ્ત ઢાંકણ ન હોય તો કપડાથી હવાચુસ્ત ઢાંકીને રાખીએ.
(૫)          અગાશી, છજજામાં જમા રહેતા પાણીનો નિકાલ કરીએ.
(૬)          છોડના કુંડામાં જમા રહેતા વધારાનો પાણીનો નિકાલ કરીએ.
(૭)      ડેન્‍ગ્‍યુનો મચ્‍છર દિવસે કરડતો હોવાથી દિવસ દરમ્‍યાન પુરૂ શરીર ઢંકાય તેવા ક૫ડાં ૫હેરવા.
રાજકોટના શહેરી જનોને ડેન્ગ્યુ રોગ, રોગ અટકાયતી અંગેના ઉપાયો તથા મેલેરિયા ફેલાવતા મચ્‍છર ઉત્‍૫તિ અટકાયતી ૫ગલાં વિશે વિગતવાર માહિતી મળી રહે તે માટે વોર્ડવાઇઝ વિવિઘ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.
વોર્ડવાઇઝ વિવિઘ જનજાગૃતિ કાર્યક્રમો :-
જાહેર પ્રદર્શન :-
·         કાઇસ્ટ સ્કુલ સામે
·         શ્યામનગર આરોગ્ય કેન્દ્રનું નામ
·         વૈશાલીનગર શેરી નં. ૧૦
·         નંદનગર આરોગ્ય કેન્દ્ર
·         નંદનવન આરોગ્ય કેન્દ્રની આસપાસ ભગતસિંહ ગાર્ડન પાસે
·         અંબાજીમાતા મંદિર જીવરાજપાર્ક, મવડી ચોકડી જીથરીયા હનુમાન
·         સરસ્વતીનગર મે. રોડ
·         ભવાનીનગર
·         ભુતનાથ મહાદેવ મંદિર પો. હેડ કવાટર્સ
·         જંકશન વોર્ડ ઓફીસ
·         મહાદેવ મંદિર, માઘા૫ર ગ્રામ પંચાયત આંગણવાડી
·         જાગનાથ મહાદેવ મંદીર, જાગનાથ પ્લોટ
·         શિવનગર મહાદેવ મંદિર શિવનગર
·         લક્ષ્મીવાડી ખોડીયાર મંદીર લક્ષ્મીવાડી કવા. પાસે
·         આશાપુરા માતા મંદિર હુડકો કવા.
·         હનુમાન મંદિર, લક્ષ્મણ પાર્ક, ભગવતી૫રા મે. રોડ
·         લાખેશ્વર સોસા. શેરી નં. ર
·         સીતારામ સોસા., દેવીપુજક વાસ મે. રોડ
·         મહાકાળી ચોક, ગંજીવાડા શેરી
·         રંગીલા હનુમાન મંદીર, ગઢવીવાસ શેરી નં. ૧
·         રણુજામંદીર
ખાતેથી જાહેર પ્રદર્શન નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં લાભાર્થીને મચ્‍છર, મચ્‍છરના પોરાના જીવંત નિદર્શન, ૫ત્રીકા, બેનર અને પોસ્‍ટર દ્વારા મેલેરિયા અને મેલેરિયા અટકાયતી ૫ગલાં વિશે માહિતીગાર કરવામાં આવશે.
પપેટ શો
·         અંબાજીમાતા મંદિર જીવરાજપાર્ક, મવડી ચોકડી જીથરીયા હનુમાન (વોર્ડ ૧૧)
·         ઘનશ્યામનગર આંગણવાડી (વોર્ડ ૧૭)
·         રણુજામંદીર (વોર્ડ ૧૮)
ખાતેથી પપેટ શો નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ૫છાત વિસ્તારોમાં લાભાર્થીને પપેટ શો જેવા પારં૫રીક માઘ્યમો દ્વારા લોકોને ડેન્ગ્યુ રોગ તથા રોગ અટકાયતી ૫ગલાં વિશે માહિતીગાર કરવામાં આવશે.
રેલી
·         નંદનવન આરોગ્ય કેન્દ્રની ખાતે થી
·         માઘા૫ર આરોગ્ય કેન્દ્ર ખાતેથી
·         કોઠારીયા આરોગ્ય કેન્દ્ર ખાતેથી
ખાતેથી રેલીનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ડેન્ગ્યુ વિષયક સ્લોગન, પોસ્ટર, બેનર વગેરેના માઘ્યમથી લોકોને ડેન્ગ્યુ રોગ તથા રોગ અટકાયતી ૫ગલાં વિશે માહિતીગાર કરવામાં આવશે.
ડેન્ગ્યુ નિયંત્રણ માટે મચ્છર ઉત્પતિ અટકાવવી જરૂરી છે. જે માટે લોકોનો સહયોગ આવશ્‍યક છે. આથી લોકોને ખાસ અપીલ છે કે ઘરની અંદર તથા ઘરની આસપાસ મચ્છર ઉત્પતિ અટકાવી તથા ડેન્ગ્યુ થી બચીએ.‘’જયાં જયાં પાણી, ત્‍યાં ત્‍યાં પોરા, જયાં જયાં પોરા, ત્‍યાં ત્‍યાં મચ્‍છર, જયાં જયાં મચ્‍છર , ત્‍યાં ત્‍યાં ડેન્‍ગ્‍યુ‘