મોરબી બાદ રાજકોટ એરપોર્ટ થી મોદી રવાના થવાના છે ત્યારે કોંગ્રેસે મોદી ગો બેક ના પોસ્ટર લગાવ્યા

0
597

મોરબી બાદ રાજકોટ એરપોર્ટ થી મોદી રવાના થવાના છે ત્યારે કોંગ્રેસે મોદી ગો બેક ના પોસ્ટર લગાવ્યા

ગત રવિવારથી લઈને આજ સુધી મોરબી ઝુલતાપુલની દુર્ઘટનાની ચર્ચા થઈ રહી છે. મૃતકોના પરિવારજનોના આંસુ સુકાઈ રહ્યા નથી.આ બધા વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ આજરોજ મોરબીની મુલાકાત લીધી હતી જ્યાં દુર્ઘટના સ્થળની પણ મુલાકાત લીધી હતી અને સિવિલ હોસ્પિટલમાં જઈ ઇજાગ્રસ્ત લોકોના ખબર અંતર પણ પૂછ્યા હતા આ ઉપરાંત મદદ કરવા આવેલ પહોંચેલ દરેક લોકોને મળ્યા હતા અને બિરદાવ્યા હતા.

પ્રધાનમંત્રી મોદીની મુલાકાત બાદ તેઓ રાજકોટ એરપોર્ટ થી રવાના થવાના છે ત્યારે કોંગ્રેસ દ્વારા ભાજપના કમળના ચિન્હ પર ગો બેક મોદી એવા પોસ્ટર લગાવવામાં આવ્યા છે ઘટના બન્યાના ઘટના બનવા ના મૂળમાં તંત્ર અને સરકાર જવાબદાર હોય મોદી ગો બેક ના પોસ્ટર લગાવી કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. રેસકોર્સ નજીક કોંગ્રેસ દ્વારા આ પ્રકારના પોસ્ટ લગાવી વિરોધ કરવામાં આવ્યો છે.