ગુજરાતના કયા-કયા જિલ્લામાં માવઠું થવાની શક્યતા છે ?

0
750

મીટિયોરોજિકલ સેન્ટર, અમદાવાદ દ્વારા સમગ્ર ગુજરાત તથા દીવ-દમણ, દાદરા-નગર અને હવેલી માટે આજે કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગઈકાલે રાતથી ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. જ્યારે આજે વહેલી સવારે હાડ થિજાવતી ઠંડીનો અનુભવ અમદાવાદીઓ સહિત રાજ્યભરના લોકોએ કર્યો હતો. આગામી 24 કલાક દરમિયાન સરેરાશ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડો નોંધાઈ શકે છે, સાથોસાથ ચાર દિવસ દરમિયાન પણ તાપમાન નીચું રહેવા તથા ઠંડા પવનો ફૂંકાવાની આગાહી વ્યક્ત કરાઈ છે.

ત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શીતલહેરની સંભાવનાઓને પગલે લોકોએ કેટલીક તકેદારી રાખવાની અપીલ કરી છે, સાથોસાથ માર્ગદર્શિકા જાહેર કરી છે. જોકે ખાસ કરીને વડોદરાથી લઇને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી છાંટાથી લઇને માવઠું થવાની શક્યતા છે. પરંતુ, 29 જાન્યુઆરીથી અમદાવાદ સહિત રાજ્યમાં ત્રણ દિવસો દરમિયાન હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે. જો કે એ પછી ઠંડીનું જોર ક્રમશ: ઘટી શકે છે.