શા માટે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ બહેનોને હાથમાં લાકડી લઈને બેસવાનું કહ્યું

0
9740

શા માટે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ બહેનોને હાથમાં લાકડી લઈને બેસવાનું કહ્યું

આજે સવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મજુરા વિધાનસભા વિસ્તારમાં આવેલા સુમન આવાસ ખાતે પહોંચ્યા હતા. સુમન આવાસમાં ગંદકીને લઈને મહિલાઓએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને જણાવ્યું હતું. જેથી હર્ષ સંઘવી આકરા શબ્દોમાં મહિલાઓને કહ્યું હતું કે, હાથમાં લાકડી લઈને બેસો, તો કોઈ ગંદકી નહીં કરે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુમન આવાસ ખાતે પહોંચતા મહિલાઓ દ્વારા ગંદકીને લઈને ફરિયાદ કરવામાં આવી હતી. મહિલાઓએ કહ્યું હતું કે, આવાસમાં માવાની પિચકારીઓ મારવામાં આવી રહી છે. ત્યારે હર્ષ સંઘવીએ મહિલાઓને કીધું કે, હાથમાં લાકડી લઈને બેસો, કોઈ માવાની પિચકારીથી બિલ્ડીંગ અને લિફ્ટમાં ગંદકી કરશે નહીં. મહિલાઓએ હર્ષ સંઘવીને આવાસના પુરુષો દ્વારા કરવામાં આવતી ગંદકી અંગે ફરિયાદ કરતા હર્ષ સંઘવીએ કાર્યવાહી માટે આશ્વાસન પણ આપ્યું હતું.
પુરૂષો દ્વારા કરવામાં આવતી ગંદકી અંગે મહિલાઓ કહ્યું હતું કે, પુરૂષોને કંઈ કહીએ તો ગુસ્સો કરવામાં આવે છે. જેને લઈને હર્ષ સંઘવીએ કાર્યવાહી માટે આશ્વાસન આપતા કહ્યું કે બધા ભેગા થઈને આ કામ કરો અને છતાં
તમને હેરાન કરે કે કંઈ કહે તો મને ફોન કરજો. હર્ષ સંઘવીના આ શબ્દોની ખૂબ ચર્ચા ચાલી રહી છે અને મહિલાઓ પણ તેમના આ વલણની પ્રશંસા કરી રહી છે.