પતિએ બહાર ફરવા લઇ જવાની ના પાડતા પત્નીનો આપઘાત

0
306

પતિએ બહાર ફરવા લઇ જવાની ના પાડતા પત્નીનો આપઘાત

મીઠાપુરમાં બનેલો બનાવ

ભાણવડના શીવા ગામે ગળાફાંસો ખાઈ મહિલાએ જીવન ટુંકાવ્યું :કારણ અંગે તપાસ

ખંભાળિયા: દ્વારકા જિલ્લામાં બે મહિલાઓએ આપઘાત કર્યો છે. મીઠાપુરમાં પતિએ બહાર ફરવા લઇ જવાની ના પાડતા મનમાં લાગી આવતા પત્નીએ આપઘાત કર્યો હતો. જ્યારે ભાણવડના શીવા ગામે મહિલાએ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું.

મીઠાપુર ગામે રહેતા અસ્મિતાબેન મનસુખભાઈ ચૌહાણ નામના ૨૪ વર્ષના મહિલાએ રવિવારે રાત્રિના સમયે આપધાત કરી લીધો હોવાની જાણ મૃતકના પતિ મનસુખભાઈ ઓધવજીભાઈ ચૌહાણ (ઉ.વ. ૩૨) એ મીઠાપુર પોલીસને કરી છે.

 

મૃતક અસ્મિતાબેને પોતાના પતિને બહાર ફરવા લઈ જવાનું કહેતા કામના ભારણને લીધે પતિએ ના કહેતા આ બાબતથી મનમાં લાગી આવ્યું હોવાથી તેણીએ આ પગલું ભર્યું હોવાનું પોલીસમાં જાહેર થયું છે. સંયુક્ત પરિવારમાં રહેતી મૃતક યુવતીનો લગ્નગાળો છ વર્ષનો હતો.

ભાણવડથી આશરે ૨૦ કિલોમીટર દૂર શીવાગામ ખાતે રહેતા હીનાબેન વલાભાઈ રામાભાઈ ગેડા નામના ૪૫ વર્ષના મહિલાએ કોઈ કારણોસર પોતાના ઘરે પંખામાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાની જાણ મૃતકના સાસુ રાણીબેન રામાભાઈ ગેડાએ ભાણવડ પોલીસના કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી