વેરાવળ, : અહીની ગીતા વિદ્યાલયથી બસસ્ટેશન તરફ રિક્ષામાં બેસીને જઈ રહેલી મુળ લોઢવા અને હાલ આફ્રિકા રહેતી વિપ્ર મહિલાનો સોનાના દાગીના ભરેલો કાળા કલરનો થેલો રિક્ષા ચાલકે નજર ચૂકવીને તફડાવી લેતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. આ બાબતે ફરિયાદ થયાના ગણતરીના કલાકોમાંજ પોલીસે ગુજકોપ અને નેત્રમ સીસીટીવી કેમેરાની મદદથી ગુનાનો ભેદ ઉકેલી મુદામાલ સાથે થેલો તડડાવી લેનારો રિક્ષા ડ્રાઈવર અને થેલાને છુપાવી દેનારા એના પુત્રને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.બનાવની વધુ વિગત મુજબ મૂળ લાઢવાના વતની અને હાલ આફ્રિકા રહેતા ગાયત્રીબેન વિજયભાઈ રાજ્યગુરૃ અને એનો પરિવાર પારિવારિક મરણપ્રસંગે આફ્રિકાથી વેરાવળ આવ્યા હતા. આજે સવારે દસ વાગ્યે ગાયત્રીબેન અને એના સાસુ મંજુલાબેન તથા ગાયત્રીબેનની નાની બહેન સેજલબેન મિતેશભાઈના ઘરેથી ગીતા વિદ્યાલય પાસેથી એક ઓટો રિક્ષા ભાડે કરીને લોઢવા જવા માટે વેરાવળ બસસ્ટેશને જવા નીકળ્યા હતા. તેની સાથે કપડાના અને નાસ્તાના ચર થગેલા હતા. લોઢવામાં ઘરે કોઈ ન હોવાથી સાસુના દાગીના પણ સાથે રાખી એક થેલામાં રાખ્યા હતા. અને બસસ્ટેન્ડે પહોંચતા રિક્ષા ડ્રાઈવરને ભાડુ આપ્યું હતુ. એ વખતે થેલાઓ રિક્ષા ડ્રાઈવરે થેલા ઉતારવા લાગ્યો હતો અને ઘરેણા ભરેલો થેલો તફડાવી લીધો હતો.
તેમાં સાડા સોળ તોલાના જુદા જુદા દાગીના હતા. એ ઉઠાવી ગયો હતો.આ બનાવ બનતા ભોગ બનેલી મહિલાએ 6.60 લાખની કિમતના 16 તોલા સોનાના દાગીનાની તફડંચી થયાની પોલીસમાં ફરિયાદનોંધાવી હતી.
એ પછી પોલીસે સક્રીય બનીને નેત્રમ સીસીટીવી કેમેરા અને ક્રાઈમ ઈન્ટેલીજન્સ સાધનોનો ઉપયોગ કરી તપાસ ચાલુ કરતા નેત્રમ સીસીટીવી ઈણાજના કેમરામાં આ શખ્સ અને રિક્ષા જોવા મળી હતી જેથી ઈગુજકોપ અને પોકેટ કોપ મારફતે રિક્ષાના નંબર અને માલિકના નામ જાણતા તે રિક્ષા જયંતીભાઈ રાજાભાઈ મેવાડા રહે. વાવડી તા.વેરાવળની હોવાનુ બહાર આવ્યું હતુ.આ શખ્સ હાલ ડાભોર રોડ પર વિઠલવાડીમાં રહે છે. તેને બોલાવી યુકિતપ્રયુકિતથી પુછપરછ કરતા આખો ભેદ ઉકેલાઈ ગયો હતો. જેન્તીેએ એના દીકરા મયુર જયંતીલાલને થેલો સંતાડી દેવાનુ કહ્યુ હતુ. મયુર પણ રિક્ષા ચલાવે છે. આથી પોલીસે બન્નેની ઓટો રિક્ષા અને ચોરીના થેલાનો મુદામાલ સાથે બન્નેને પકડી પાડયા હતા. આ કાર્યવાહીમાં પોલીસ ઈન્સપેકટ એસ.એમ ઈસરાણી, પીએસઆઈ સીધવ એએસઆઈ દેવદાનભાઈ અને પોલીસ કાફલો જોડાયો હતો.