અંબાજીમાં વિશ્વનું સૌથી મોટું સ્થપાય રહ્યું છે શ્રીયંત્ર: જાણો કેટલો ખર્ચ કરવમાં આવશે

0
596

શક્તિપીઠ અંબાજીમાં વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર સ્થાપિત કરવામાં આવી રહ્યું છે . જેમાં જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા અંદાજીત ૧ કરોડના ખર્ચે પંચ ધાતુમાંથી નિર્મિત દિવ્ય અને ભવ્ય શ્રી યંત્ર તૈયાર કરવામાં આવ્યું છે .
૨૦ એપ્રિલે જિલ્લા કલેક્ટર વરુણ બરનવાલ મેરૂ શ્રી યંત્રી પૂજા કરી ચારધામ યાત્રાને પ્રસ્થાન કરાવશે. વિશ્વનું સૌથી મોટું અને મોંઘું “શ્રી યંત્ર” શક્તિપીઠ અંબાજીમાં સ્થાપિત કરવામાં આવે છે, શ્રી યંત્રના નિર્માણમાં કોઇ વિઘ્ન ન આવે તે માટે જય ભોલે ગ્રુપ અમદાવાદથી 11 હજાર કિમીની ચારધામ યાત્રા પણ કરશે. સાથે જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા અંદાજીત ૧ કરોડના ખર્ચે પંચ ધાતુમાંથી નિર્મિત દિવ્ય અને ભવ્ય શ્રી યંત્ર માં અંબાને અર્પણ કરવામાં આવશે.