રાજ્યની સરકારી આયુર્વેદિક હોસ્પિટલોમાં યોગ દિવસ અંતર્ગત તા.14 થી 21 જૂન યોગ શિબિરનું આયોજન
આગામી તા.21મી જૂનના વિશ્વ યોગદિવસ છે. વિશ્વયોગ દિનની ઉજવણી નિમિતે રાજકોટની સરકારી આયુર્વેદીક હોસ્પિટલમાં યુનિ.રોડ યોગ હોલ (બીજામાળે) આવતીકાલ તા.14 થી 21 સુધી યોગ શિબિરનું આયોજન સવારે 7.30 થી 8.30 સુધી પ્રાણાયામ તથા વિવિધ આસનો કરાવવમાં આવશે.
તા.14 થી તા.21 સુધી આઠમાં વિશ્વ યોગ દિવસની પૂર્વ તૈયારી રૂપે સવારે 7.30 થી 8.30 યોગ તાલીમ શિબિરના દિવસો દરમ્યાન જુદા-જુદા રોગોમાં યોગનું મહત્વ વિશેની માહિતી પ્રદાન કરાશે. જેમાં તા.14મીના મંગળવારે યોગ અને પ્રાણાયામનું સ્વાસ્થ્યમાં મહત્વ વિશેની માહિતી અપાશે
જે અંતર્ગત તા.15ના શ્વસનતંત્રના રોગોમાં યોગોનું મહત્વ, તા.16ના ડાયાબીટીસમાં યોગ અને આયુર્વેદ તા.17ના પેટના વિવિધ રોગોમાં યોગ અને આયુર્વેદ ,તા.18ના સાંધાના દુ:ખાવાના વિવિધ રોગોમાં યોગ અને આયુર્વેદ, તા.19ના ચામડીના રોગોમાં યોગ અને આયુર્વેદ તા.20મીના માનસિક રોગોમાં યોગ અને આયુર્વેદ તથા તા.21મીના યોગ અને આયુર્વેદનું સ્વસ્થ જીવન શૈલીમાં મહત્વ વિશેની જાણકારી અપાશે. ગુજરાતમાં જયાં જયાં સરકારી આયુર્વેદિક હોસ્પિટલો છે. ત્યાં ઉપરોકત મુજબની યોગ શિબિરો યોજાશે તેમ ડો.જયેશભાઈ પરમારે જણાવેલ છે.